Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સોગંદ 'રામ' કી ખાતે હૈ : કશ્યપ શુકલ, મનીષ રાડિયાની 'કારસેવા': યાદગાર તસ્વીરો

રાજકોટ : અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણની પ્રત્યેક હિન્દુઓનો 'સંકલ્પ' આગામી પમી ઓગષ્ટ પુર્ણ થઇ રહયો છે. ત્યારે અયોધ્યામાં રામ જન્મભુમિ ખાતે વિવાદીત બાબરી મસ્જીદ  ઢાંચાને દુર કરવા ૧૯૯૦ અને ૧૯૯૧માં થયેલ કારસેવામાં દેશભરમાંથી હજારો લાખો કાર સેવકો ગયા હતા. તે વખતે રાજકોટમાંથી ૧૯૯૧ની બીજી ''કાર સેવામાં'' તે વખતના બજરંગ દળના સૌરાષ્ટ્રના કન્વીનર કશ્યપ શુકલની આગેવાનીમાં ગયેલ. ટ્રસ્ટીના કાર સેવકો શ્રી રામ જન્મ સુધી પહોંચી ગયા હતા અને કારસેવામાં અભુતપુર્વ યોગદાન આપ્યુ હતુ. સોગંધ રામ કી ખાતે હૈ, મંદિર વહી બનાયેંગેના નારા સાથે 'શ્રી રામ' લખેલી ઇંટો રામજન્મ ભુમિ સુધી પહોંચાડી હતી. હવે બે દિવસ બાદ એટલે કે પ મી ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભવ્ય રામમંદિર  નિર્માણનો શિલાન્યાસ શ્રી રામ જન્મભુમિ ખાતે થઇ રહયો છે. ત્યારે હાલમાં ભાજપના સિનિયર કોર્પોરેટર એવા કશ્યપભાઇ શુકલે તેઓની કારસેવાથી  સુવર્ણ યાદગીરી સમાન તસ્વીરો રજુ કરી છે. જેમાં બાબરી મસ્જીદ ઢાંચા પાસે  ઉભેલા કશ્યપ શુકલ, હાલમાં વોર્ડ નં.રના ભાજપના કોર્પોરેટર મનીષ રાડીયા તથા સાથી 'કારસેવકો' દર્શાય છે.  અન્ય તસ્વીરોમાં 'શ્રી રામ લખેલી' ઇંટો સાથે કશ્યપભાઇ તથા સાથીઓ નજરે પડે છે. તેમજ કારસેવકોનો ઉમટી પડેલો પ્રવાહ દર્શાય છે. આ કાર સેવામાં કશ્યપભાઇ અને મનીષ રાડિયા ઉપરાંત રાજકોટથી તેઓની સાથે જગદીશ છાપિયા (રા. મ્યુ.કો.નાં પુર્વ અધિકારી) ગૌતમ શુકલ, પ્રકાશ સિપ્રે, કાર્તિકભાઇ, ડાભીભાઇ વગેરે જોડાયા હતા. આજે જયારે રામમંદિર નિર્માણ થઇ રહયું છે. ત્યારે પ્રત્યેક કારસેવકો માટે આ દિવસ અત્યંત ગૌરવભર્યા સમાન હોવાનું કશ્યપભાઇએ આ તકે જણાવ્યું હતુ.

(2:50 pm IST)