Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કારસેવાના સ્મરણો વાગોળતા સામળભાઇ

બાબરીના ગુંબજ તૂટતા જોયા : કારસેવા બાદ સાંજે વિવાદી ભૂમિમાં રામલ્લાની સ્થાપના થઇઃ રાજકોટની ટીમ મૂર્તિના દર્શન કરીને પરત ફરી હતી

રાજકોટ,તા.૩: રામ જન્મભૂમિ પર અયોધ્યામાં વિરાટ મંદિરનું નિર્માણ થનાર છે. બુધવારે વડાપ્રધાન દ્વારા રામ મંદિરનું ભૂમિ પૂજન થનાર છે. દેશ-વિદેશમાં ઉત્સાહ ફેલાયો છે. આ સમયે રાજકોટના કારસેવક સામળભાઇ પાટડિયાએ કારસેવા દરમિયાનના સ્મરણો વાગોળ્યા હતા.

સામળભાઇએ જણાવ્યું હતું કે, રાજકોટના ૨૦ સ્વયં સેવકો કારસેવામાં ગયા હતા. જેમાં એક હું પણ હતો. સાથે સંઘના આગેવાનો પી.વી.દોશી, પ્રફુલ્લભભાઇ દોશી વગેરે પણ હતા.

સામળભાઇ કહે છે કે, દેશભરમાંથી કારસેવકો આવ્યા હતા. ધર્મસભાને ભાજપસંઘના મોભીઓ સંબોધી રહ્યા હતા. ર્સ્વ. પ્રમોદ મહાજનનું પ્રવચન શરૂ થયું ત્યારે વિવાદો ઢાંચાના ધ્વંશની કામગીરી કારસેવકોએ આરંભી દીધી. મુખ્ય ગુંબજ તુટતા અમે જોયા હતા.

સાજે વિવાદી માળખુ ધ્વંશ થઇ ગયું અને એ સ્થાન પર તત્કાળ રામ-લલ્લાને બિરાજમાન કરાયા હતા. રાજકોટની ટીમે રામલલ્લાના દર્શન કરીને રાજકોટ તરફ પ્રયાણ કર્યું હતું.સામળભાઇ પાટડિયા હાલ ૮૪ વર્ષના છે અને શરીરથી અસ્વસ્થ છે. પરંતુ તેઓની સ્મરણ-શકિત પાવરફુલ છે. કારસેવાના સ્મરણો વાગોળતા સામળભાઇ (ફોન. ૦૨૮૧-૨૪૬૦૧૮૪) ભાવવિભોર બની ગયા હતા.(

(2:49 pm IST)