Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

જીલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટરમાંથી તબીબ ફેસલ જેઠવા ભેદી રીતે ગુમ

રાજકોટ તા. ૧૩: શહેરના જીલ્લા ગાર્ડન પાસે સ્લમ કવાર્ટરમાં રહેતા દાંતના તબીબ પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેની પત્નીએ ભકિતનગર પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી છે.

મળતી વિગત મુજબ જીલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટર શેરી નં. ૧૩ માં રહેતા દાંતના તબીબ ફેસલ અમીનભાઇ જેઠવા ગત તા. ર૬-૭ના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેની પત્નીએ ભકિતનગર પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા હેડ કોન્સ. સલીમભાઇ મકરાણીએ તપાસ આદરી છે.

જો કોઇને આ યુવાન જોવા મળે તો ભકિતનગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-ર૩૯૧૦પ૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:47 pm IST)