Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રાજકોટના પીએસઆઇ રામગર ગોસાઇ નિવૃત

છેલ્લે રાજકોટમાંથી બઢતી પામી બાબરા મુકાયા હતાં

રાજકોટ તા. ૩: રાજકોટના વતની પીએસઆઇ શ્રી રામગર ડી. ગોસાઇ બાબરા પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં હોઇ વય મર્યાદાને કારણે નિવૃત થતાં તેમનેઅધિકારીઓ, સાથી કર્મચારીઓ અને ગામના વેપારીઓ દ્વારા નિવૃતિ વિદાયમાન અપાયું હતું. છેલ્લે રાજકોટમાં એએસઆઇ હતાં અને બે વર્ષ પહેલા પીએસઆઇનું પ્રમોશન મળતાં બાબરા પોલીસ સ્ટેશનમાં મુકાયા હતાં.

૧૦-૧૦-૧૯૮૦માં પોલીસમાં ભરતી થયેલા રામગર ગોસાઇનું પ્રથમ પોસ્ટીંગ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં થયું હતું. જ્યાં ડી. સ્ટાફમાં ફરજ બજાવી હતી અને પીઆઇ પર્સનલ તરીકે કામ કર્યુ હતું. એ પછી સી-ડિવીઝન, ડીસીબી, માલવીયાનગર, બી-ડિવીઝન, ગાંધીગ્રામ, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ડીટેકશન સ્ટાફમાં ફરજ દરમિયાન અનેક ગંભીર અને અટપટા ગુનાઓનો ભેદ ઉકેલવામાં મહત્વની કામગીરીઓ કરી હતી. તેઓ પોતાનાથી જુનિયર કર્મચારીઓને ડિટેકશનની ખાસ તાલિમ આપતાં હોઇ રાજકોટ શહેર પોલીસબેડામાં ગુરૂના હુલામણા નામથી પણ જાણીતા છે. સરળ, મળતાવડા સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. નિષ્ઠા અને ખંતપુર્વકની ફરજને કારણે અધિકારીઓમાં પણ સતત પ્રિય રહ્યા હતાં. નિવૃતીકાળ માટે તેમને (૯૮૨૫૨ ૯૨૬૭૭) શુભેચ્છાઓ મળી રહી છે.

(2:45 pm IST)