Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

હલેન્ડામાં ૫૦ વર્ષનો રવજી સોલંકી રઘવાયો થયોઃ ૯ વર્ષની બાળા સાથે વિકૃત હરકતો

કુદરતી હાજતેથી પરત આવી રહેલી બાળાને પકડી કપડા ફાડી નાંખી અડપલા કર્યાઃ આજીડેમ પોલીસે દેવીપૂજક શખ્સને દબોચી હવસખોરી ઉતારી

રાજકોટ તા. ૩છે. સરધાર પાસેના હલેન્ડા ગામમાં પચાસ વર્ષની વયના પ્રોૈઢે હવસખોરી આચરી નવ વર્ષની બાળાને પકડી લઇ તેના કપડા ફાડી નાંખી આડેધડ અડપલા કરતાં દેકારો મચી ગયો હતો. આજીડેમ પોલીસે ગુનો નોંધી હવસખોર ઢગાને દબોચી લઇ બરાબરની પુછતાછ કરી હતી.

જાણવા મળ્યા મુજબ હલેન્ડામાં રહેતાં રવજી ભીખાભાઇ સોલંકી નામના દેવીપૂજક શખ્સ વિરૂધ્ધ આજીડેમ પોલીસે આઇપીસી ૩૫૪ (ક) તથા પોકસોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઢગાએ કુદરતી હાજતેથી પરત આવી રહેલી ૯ વર્ષની બાળાને પકડી લઇ તેના કપડા ફાડી નાંખી વિકૃત હરકતો કરી અડપલા કરતાં બાળાએ દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને રવજી ભાગી ગયો હતો. ગઇકાલે બપોરે આ ઘટના બની હતી. એ પછી મોડી સાંજે આજીડેમ પોલીસ સુધી વાત પહોંચતા પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા, કોૈશેન્દ્રસિંહ સહિતે બાળાની માતાની ફરિયાદ નોંધી હતી. આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.

(12:52 pm IST)