Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ગોંડલ સબ જેલનો કેદી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાંથી ભાગી ગયો

રાજકોટ તા. ૩: ગોંડલ સબ જેલમાંથી કોરોનાની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલો કેદી આનંદગીરી હરિગીરી ગોસ્વામી  (ઉ.વ.૫૧) આજે વહેલી સવારે કોવિડ સેન્ટરમાંથી ભાગી જતાં પોલીસમાં દોડધામ મચી ગઇ છે. ૩૧મીએ ગોડલ સબ જેલમાંથી આ કેદીને કોરોનાની શંકા સાથે રાજકોટ ખસેડાયો હતો. અહિ રિપોર્ટ પોઝિટિવ જાહેર થયેલો હતો. ચોથા માળે તે સારવારમાં હોઇ ત્યાંથી વહેલી સવારે છનનન થઇ ગયો હતો. નોંધનીય છે કે અગાઉ પણ રાજકોટ કુવાડવા પોલીસ મથકના ચોરીના ગુનાના બે આરોપી કે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ભાગી ગયા હતાં. તેનો કોઇ પત્તો નથી ત્યાં વધુ એક કેદી ભાગી ગયો હતો છે.

(11:01 am IST)