Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રાજયના ૫૧૦૦ ગામોમાં ૧૦ કરોડ રોપાનું વિતરણ થશેઃ વિજયભાઇ

આજી ડેમ ખાતે રૂ૮ કોરડનાં ખર્ચે નિર્માણ થનાર અર્બન ફોરેસ્ટને 'શ્રી રામ વન' નામકરણઃ રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુકત ઉપક્રમે રાજયના મુખ્યમંત્રી ના હસ્તે રાજય કક્ષાના ૭૧માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદદ્યાટન તથા ગો ગ્રીન રથ, સંજીવની રથ અને ધનવંતરી રથનું પ્રસ્થાન

રાજકોટ,તા.૩:  મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુકત ઉપક્રમે મુખ્યમંત્રીના જન્મદિને અર્બન ફોરેસ્ટ, આજીડેમ પાછળ  રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજય કક્ષાના ૭૧માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદદ્યાટન તથા ગો ગ્રીન રથ, સંજીવની રથ અને ધનવંતરી રથનું પ્રસ્થાન યોજાયું. જેમાં આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રીગણપતભાઈ વસાવા, વન અને આદિજાતિ વિકાસ રાજયકક્ષાના મંત્રીરમણલાલ પાટકર જોડાયેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ ૨૦માં સાંસ્કૃતિક વનના ઉદદ્યાટન પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ભારતના વનમંત્રી કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવ શરૂ કરાવેલ. ભૂતકાળમાં રાજયમાં ગાંધીનગર ખાતે વન મહોત્સવ યોજાતો. ૨૦૦૪માં રાજયના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીનરેન્દ્રભાઈ મોદીએ રાજય કક્ષાના જુદા જુદા જીલ્લાઓમાં વન મહોત્સવનો શુભારંભ કરાયેલ એ પરંપરા રાજય સરકાર દ્વારા આગળ વધી રહેલ છે. દ્યનિષ્ઠ વ્રુક્ષારોપણ સાથે સાથે રાજયમાં સાંસ્કૃતિક વનો બને તે માટે સરકાર કટીબદ્ઘ છે. સૌ પ્રથમ 'માં અંબાજી' ના આશીર્વાદથી અંબાજી ખાતે પ્રથમ સાંસ્કૃતિક વનશરૂ કરાયેલ. આજે રાજકોટ શહેરમાં અર્બન ફોરેસ્ટ ખાતે ૨૦મુ સાંસ્કૃતિક વન ઉભું કરવાનું હાથ ધરવામાં આવેલ છે. અર્બન ફોરેસ્ટમાં ૧૫૭ એકર વિશાળ જગ્યામાં શહેરનું એક વન વહેલી તકે ઉભું કરવા મહાનગરપાલિકા અને વનવિભાગને જણાવેલ. વિશેષમાં રાજયકક્ષાના વન મહોત્સવ અનુસંધાને ૩૩ જિલ્લા, ૨૫૦ તાલુકા, મહાનગરપાલિકાઓ અને નગરપલિકાઓ અને ૫૧૦૦ ગામોમાં ૧૦ કરોડ રોપાનું વિતરણ કરવામાં આવશે.

અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આજના આ અવસરે હું આ વનને 'શ્રી રામવન' નામકરણ કર્યુ છે. અંતમાં, તેઓએ જણાવેલ કે, આપણું શહેર કલીન રાજકોટ, ગ્રીન રાજકોટ બને તે દિશામાં આપણે આગળ વધીએ.   

મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, રાજય ગ્રીન બેલ્ટ બનાવવા કટીબદ્ઘ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આ દિશામાં આગળ વધી રહી છે, આજરોજ અર્બન ફોરેસ્ટમાં વ્રુક્ષારોપણ , સાંસ્કૃતિક વનની સાથેસાથે લોકો પોતાના દ્યરઆંગણે પણ વ્રુક્ષો વાવે તે માટે ગો ગ્રીન રથનો શુભારંભ થઇ રહ્યો છે. આ રથના માધ્યમથી ડોર ટુ ડોર ટ્રીગાર્ડ સાથે વ્રુક્ષો વવાશે અને તેની જાળવણી લોકોએ કરવાની રહેશે,

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ અભયભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, વનવિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, કલેકટર અને વનીકરણ સમિતિ ચેરમેન રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સામાજીક વનીકરણ નાયબ વન સંરક્ષક પી.ટી. શિયાણી, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ શહેર ભાજપ, ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર તેમજ કોર્પોરેટરઓ મનીષભાઈ રાડીયા, પરેશભાઈ પીપળીયા, અનિલભાઈ રાઠોડ, બાબુભાઈ આહીર, અશ્વિનભાઈ ભોરણીયા, નીતિનભાઈ રામાણી, મુકેશભાઈ રાદડિયા, જયોત્સનાબેન ટીલાળા, જાગૃતિબેન ઘકાડિયા, ડો. દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, શિલ્પાબેન જાવિયા, જયાબેન ડાંગર, અનીતાબેન ગોસ્વામી તેમજ કોર્પોરેશનના અને વનવિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.  

     કાર્યક્રમના પ્રારંભમાં વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ વન મહોત્સવની માહિતી આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું. જયારે સમારોહના અંતે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આભારવિધિ કરેલ. ત્યારબાદ મુખ્યમંત્રીતથા ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા ગો ગ્રીન રથ, સંજીવની રથ અને ધનવંતરી રથનું પ્રસ્થાન કરાવેલ અને સૌ મહાનુભાવોના નામની રાશી પ્રમાણેના વ્રુક્ષો વાવવામાં આવેલ.

(11:47 am IST)