Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજકોટમાં રદ થયેલી 1000 અને 500ના દરની 96 લાખ 50 હજારની ચલણી નોટો સાથે 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા: વાંકાનેર લુણસરના પ્રૌઢ અને સુરતના વૃદ્ધની ધરપકડ

મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી જૂની ચલણી નોટો સાથે ફિયાટ મોટરમાંથી બંને શખ્સો ઝડપાયા

રાજકોટ : રાજકોટમાં રદ થઈ ગયેલી 1000 અને 500ના દરની 96 લાખ 50 હજારની ચલણી નોટો સાથે 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે  વાંકાનેર લુણસરના પ્રૌઢ અને સુરતના વૃદ્ધની ધરપકડ કરાઈ છે 

  લુણસરના પટેલ હરજીવન રામજીભાઈ વસીયાણી અને સુરતનો પટેલ ભીખાભાઇ બાબુભાઇ નરોડીયાને  સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી જૂની ચલણી નોટ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે

 શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ,ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા તથા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાનાઓની સૂચના આને એસીપી ક્રાઇમ જે,એચ સરવૈયા તથા પોલીસ ઇન્સ,એચ,એમ,ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ,ઇન્સ,એસ,વી,ખોખરા,તથા પોલીસ હેડ,કોન્સ,ધીરેનભાઈ માલકિયા,તથા મોહસીનભાઈ મલેક તથા પોલીસ,કોન્સ,મહેશભાઈ મંઢ ,નિશાંતભાઈ પરમાર,હિરેનભાઈ સોલંકી,દીપકભાઈ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા,કિરતભાઈ ઝાલા,મનજીભાઇ ડાંગર તથા જયપાલસિંહ ઝાલા ,વિગેરેનાઓ પેટ્રોલિંગમાં હતા

 દરમિયાન પોલીસ કોન્સ,હિરેનભાઈ સોલંકી,મહેશભાઈ મંઢ તથા દીપકભાઈડાંગરને મળેલ બાતમીના આધારે મવડી પોલીસ હેડ કવા ,પાસે આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર ફિયાટ કર ન, જી,જે,03 એફ કે 8120 માંથી રૂ,1000 તથા રૂ,500ના દરની જૂની ચલણી નોટો કુલ 96,50,000 તથા ફિયાટ કારની કિંમત એક લાખ ગણી બંને શખ્શોની અટક ક્કરી હતી,

  આરોપી હરજીવનભાઇ રામજીભાઈ વસીયાણી ( જાતે પટેલ )મ( ઉ,વ, 52 ) ( રહે, લુણસર તા, વાંકાનેર જિલ્લો મોરબી ) અને ભીખાભાઇ બાબુભાઇ નરોડીયા ( જાતે પટેલ ) ( ઉ,વ, 60 ( રહે, ઓપેરા પ્રિન્સ એપાર્ટમેન્ટ એલ-1 બીજોમાળ 204 પાસોદરા ટુ ખોલવડ રોડ સુરત ) ની અટકાયત કરીને 500 અને 1000ના દરની જૂની ચલણી નોટો રોકડ રૂપિયા 96,50,000 તથા ફિયાટ કાર ન, જી,જે,03 એફકે 8120 કિંમત રૂપિયા એક લાખ કબ્જે કરેલ છે

 આ કામગીરીમાં શહેર ડીસીબી પોલીસ સ્ટેશનના પો,સબ,ઇન્સ,એસ,વી,સાખરા ,પોલીસ હેડ, કોન્સ,ધીરેનભાઈ માલકિયા,મોહસીનભાઈ મલેક,પો,કોન્સ,મહેશભાઈ મંઢ ,નિશાંતભાઈ પરમાર,હિરેનભાઈ સોલંકી દીપકભાઈ ડાંગર,યોગીરાજસિંહ જાડેજા,કિરીટસિંહ ઝાલા,મનજીભાઇ ડાંગર,તથા જયપાલસિંહ ઝાલા જોડાયા હતા

(9:58 pm IST)