Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જાણીતા ધારાશાસ્ત્રી ભાવીન દફતરી સહીત ૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો

સ્ટાર હોસ્પીટલમાંથી આજે વધુ ૭ દર્દીઓ ડીસ્ચાર્જઃ ડો. ડોબરીયા, ડો.મશરૂની ટીમની સારવાર સફળ

રાજકોટ, તા., ૩: કોરોનાનો કહેર રાજકોટમાં વધી રહયો છે. દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ખુટી રહી છે. ત્યારે આજે રાજકોટની સ્ટાર કોવીડ હોસ્પીટલમાંથી વધુ ૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી ભાવીનભાઇ દફતરી, નેહાબેન દફતરી, શ્વેતાબેન વસોયા, બીનાબેન મોલીયા, નીલમબેન કાલાવડીયા, અર્જુનભાઇ કાલરીયા, દિવ્યેશભાઇ મણવરને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા મવડી ચોકડીએ આવેલ સ્ટાર કોવીડ હોસ્પીટલમાં સારવાર  માટે ખસેડાયેલ. જયાં સૌરાષ્ટ્રના જાણીતા કીટ્રીકલ કેર નિષ્ણાંત ડો. જયેશ ડોબરીયા, ડો.મિલાપ મશરૂ, ડો. જીગર પાડલીયા, ડો.વિરલ મોરી, ડો. દર્શન જાનીની ટીમે કરેલી સારવાર સફળ રહી છે.

સ્ટાર હોસ્પીટલની ટીમ દ્વારા છેલ્લા ૧૦ દિવસથી કરવામાં આવેલી સારવાર બાદ સાતેય દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

આજે સ્ટાર હોસ્પીટલમાંથી ૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. ગઇકાલે ૪ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

(4:06 pm IST)