Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જનકલ્યાણ સોસાયટી ખાતે ડામર કામનો પ્રારંભ

શહેરના વોર્ડ નં. ૭ માં આવેલ જનકલ્યાણ સોસાયટી ખાતે ડામર કામનો પ્રારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ અને મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કોર્પોરેટર કશ્યપ શુકલ, મીનાબેન પારેખ, અજય પરમાર, હીરલબેન મહેતા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, દિગુભા વાઘેલા, રાજૂભાઇ પોબારૂ, રામભાઇ મોકરીયા, સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ તકે વોર્ડ પ્રમુખ રમેશભાઇ દોમડીયા, મહામંત્રી અનિલ લીંબડ, નિરવ મહેતા, જીતુ સેલારા,  કીરીટ ગોહેલ, રમેશ પંડયા, પાર્થરાજસિંહ  ચૌહાણ, રાજુભાઇ મુંધવા, પુનીતાબેન પારેખ, રમેશભાઇ વાઘેલા, કીરીટભાઇ, જીવનભાઇ રૂપારેલીયા, વલ્લભભાઇ પટેલ, છબીલભાઇ પોબારૂ સહિતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(3:13 pm IST)