Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

નોકરીની શોધમાં છો ? સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે રોજગારીની તકઃ કરો અરજી

બેન્ક, એરોસ્પેસ લેબોરેટરી, થર્મલ પાવર, પાવરગ્રીડ, પોસ્ટ ઓફિસ, IIT, NIFT, લોકસભા સચિવાલય, પેન્શન ફંડ વિગેરેમાં જગ્યાઓ ઉપલબ્ધ : IBPS દ્વારા હજ્જારો ઉમેદવારોની ભરતી થઇ રહી છે.

રાજકોટ તા.૩ : આજના યુવાધન માટે માહિતી, જ્ઞાન તથા ઉચ્ચ શિક્ષણના મહત્વની સાથે-સાથે સોનેરી ભવિષ્યનું નિર્માણ કરતી સરસમજાની નોકરી પણ પ્રાયોરીટીમાં હોય છે. સત્તા સાથે સેવા કરવાનો તથા સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરીઓ હાલમાં ઉપલબ્ધ છે. સમગ્ર દેશમાં વિવિધ જગ્યાએ તથા વિવિધ ક્ષેત્રે રહેલી રોજગારીની તકો ઉપર એક નજર કરીએ તો...

 જમ્મુ એન્ડ કશ્મીર બેન્ક દ્વારા ર૦/૭/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે બેન્કીંગ એસોસીએટ વિગેરેની કુલ ૧૮પ૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. https://www.jkbank.com/

 આર્ટીફીસીયલ લીમ્બ્સ મેન્યુફેકચરીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ALIMCO) દ્વારા ૧૩/૭/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે જનરલ મેનેજર, મેનેજર વિગેરેની ૩૧ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. https://www.alimco.in/

 નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓસેનોગ્રાફી (NIO) ગોવા દ્વારા ૧૭/૭/ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકનીકલ આસીસ્ટન્ટની ર૪ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://www.nio.org/

 લોકસભા સચિવાલય દ્વારા ર૭/૭/ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે અનુવાદક (ટ્રાન્સલેટર) ની કુલ ૪૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. https.//loksabha.nic.in/

 પેન્સન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) દ્વારા ૩૧/૭/ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ઓફીસર ગ્રેડ A (આસી.મેનેજર) ની કુલ પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. https://www.pfrda.org.in/

  પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. (PGCIC) દ્વારા પ/૭/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે કુલ ૬૭ જગ્યાઓ ઉપર એપ્રેન્ટીસની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ww.powergrid india.com/

 નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લી. (NTPC) દ્વારા ૬/૭/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે એન્જીનીયરીંગ એકઝીકયુટીવ ટ્રેઇનીની કુલ ૧૦૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. https://www.ntpc.co.in./hi

 સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા ૧૭/૭/ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીસ્ટ, આસીસ્ટન્ટ વિગેરેની કુલ ૭૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી  છે.

http://csb.gov.in/

 નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (NAL) દ્વારા ૬/૭/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીસ્ટ, સિનિયર સાયન્ટીસ્ટ વિગેરેની કુલ ૧૩ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલીરહી છે https://www.nal.res.in/en

 ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુર દ્વારા ૧ર/૭/ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર સહિતની અન્ય કુલ ર૧ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. http://iitk.ac.in/

 નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) દ્વારા ૧૦/૮/ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર વિગેરેની કુલ ૧૬ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. https://nift.ac.in/

 ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સોનલ સિલેકશન (IBPS) દ્વારા ર૧/૭/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ઓફીસ સ્કેલ II (કોઇપણ સ્નાતક, બી.ટેક/બી.ઇ., એલએલ.બી., સી.એ., એમ.બી.એ./પીજીડીએમ) ની ૧૦પ૮ જગ્યાઓ માટે, ઓફીસ આસીસ્ટન્ટ (સ્નાતક) ની ૪૬ર૪ જગ્યાઓ માટે, ઓફીસર સ્કેલ I (સ્નાતક) ની ૩૮૦૦ જગ્યાઓ માટે તથા ઓફીસર સ્કેલ III ની (સ્નાતક) ૧પ૬ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

આ ઉપરાંત IBPS દ્વારા જ ૧પ/૭/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે અલગ-અલગ લાયકાત ધરાવતા (લાયકાત વેબસાઇટ ઉપર દર્શાવેલ છે) ઉમેદવારો માટે રીસર્ચ એસોસીએટ, આઇ. ટી. એડમિનિસ્ટ્રેટર, પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ એનાલીસ્ટ પ્રોગ્રામર, હિન્દી ઓફીસર, આસીસ્ટન્ટ પ્રોફેસર, બેન્કર ફેકલ્ટી વિગેરેની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જગ્યાઓ (કેડર) ના આધારે પસંદગી પ્રક્રિયા સંદર્ભે પ્રિલિમિનરી, મેઇન્સ એકઝામ કે પછી ઇન્ટર લેવામાં આવશે. ibps  recruitment 2020

 ઇન્ડિયા પોસ્ટ દ્વારા દેશમાં વિવિધ જગ્યાઓ માટે ૭/૭/ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ગ્રામીણ ડાક સેવકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

અમુક સેન્ટર્સ ખાતે ગ્રામીણ ડાક સેવક માટે ર૧/૭/ર૦ તારીખ સુધીમાં પણ અરજી કરી શકાય છે. વેબસાઇટ ઉપર તમામ વિગતો અવેલેબલ છે

gramin dak sevak vacancy in india post recruitment 2020

આટઆટલી ભરતીઓ સામે આવીને ઉભી છે ત્યારે ઉજજવળ ભવિષ્ય બનાવવાનો સરસ મજાનો મોકો આવ્યો છે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે તથા પરિવાર માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. નોકરી મેળવવાની અમૂલ્ય તક આવી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટે અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી તથા અપડેટસ વેબસાઇટ દ્વારા રૂબરૂ ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઈન્ફર્મેશ મળી શકે.)

(3:10 pm IST)