Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સરકાર સુધી તમારા પ્રશ્નો પહોંચાડવા કોંગ્રેસને મિસ્ડ કોલ કરોઃ ડો.હેમાંગ વસાવડા

'સ્પીક અપ ઇન્ડિયા' હેઠળ શહેરમાં અભિયાન, વીજ બીલ માફી, પેટ્રોલ-ડીઝલનાં ભાવો ઓછા કરવા, ગરીબોને આર્થિક સહાય સહિતનાં પ્રશ્નો રજૂ કરવા ૮૪૬૯૯ ૯૭૦૮૯ ઉપર મિસ્ડ કોલ કરોઃ અશોક ડાંગર, મહેશ રાજપૂત, વશરામ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલાની જાહેર અપીલ

રાજકોટ તા. ૩ :.. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરની અધ્યક્ષતામાં આજરોજ સ્પીક અપ ઇન્ડિયા અંતર્ગત 'સરકારને પ્રજાની લાલ આંખ'  મિસકોલ અભિયાનનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ  શ્રી ડો. હેમાંગભાઇ વસાવડા દ્વારા શરૂ કરવામાં આવ્યો  છે તેમજ આ કાર્યક્રમ અંગે ગુજરાત મહિલા કોંગ્રેસના મહિલા પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા દ્વારા જનતાને માગણી અને     પ્રશ્નો માટે મિસકોલ કરવા અપીલ કરી છે.

આ મિસકોલ અભિયાનમાં લાઇટ બીલ માફ કરવા, મિલકતવેરો માફ કરવા પેટ્રોલ-ડીઝલના ભાવો ઓછા કરવા, શાળા કોલેજના પ્રથમ સત્રની ફી માફ કરવા, બેરોજગાર યુવાનોને નોકરી આપવા, દુકાનદારો-લારીગલ્લા, રીક્ષા ચાલકો, છૂટક મજૂરોને આર્થિક સહાય આપવા, જેવા અનેક પ્રજાને સ્પર્શતા પ્રશ્નો અને વિવિધ માગણીઓ મો. ૮૪૬૯૯ ૯૭૦૮૯ પર મિસકોલ આપવા મનપાના   વિપક્ષી  નેતા વશરામભાઇ સાગઠીયા અને પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂતે જણાવ્યું છે.

આ તકે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઇ ત્રિવેદી, પૂર્વ ડે. મેયર ભરતભાઇ મકવાણા, મોહનભાઇ સોજીત્રા, રહીમભાઇ સોરા, દિનેશભાઇ ચોવટીયા, દિનેશભાઇ મકવાણા, મુકેશભાઇ ચાવડા, રાજકોટ મનપાના વિરોધ પક્ષના ઉપનેતા મનસુખભાઇ કાલરીયા, સહિત કોંગ્રેસના વોર્ડ પ્રમુખો, ફ્રન્ટલ-સેલ વિભાગના ચેરમેનો, કોર્પોરેટરો સહિતના આગેવાનો, કાર્યકરોએ પ્રજાના પ્રશ્નોને વાચા અપાવવા મિસ્ડ કોલ અભિયાન હાથ ધર્યુ છે. તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદી જણાવે છે.

(3:06 pm IST)