Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કોરોના કન્ટેન્ટમેન્ટ ઝોન 'શિવમ્ પાર્ક'માં ધન્વંતરી રથ દ્વારા ર૪૩ લોકોને ઉકાળા વિતરણ

રાજકોટઃ રાજય સરકારના આદેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાના અટકાયતી પગલા તથા જાગૃતિ માટે જુદા જુદા વિસ્તારમાં ધન્વંતરી રથ ચાલુ કરેલ છે. જેમાં કોરોના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં થર્મલ સ્કેનીંગ, પલ્સ ઓકસીમીટર દ્વારા તપાસ તથા ઉકાળા વિતરણ કરવામાં આવેલ. જે અંતર્ગત આજરોજ આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરની ઉપસ્થિતિમાં શિવમ પાર્ક, ૧પ૦ ફુટ રીંગ રોડ વિસ્તારમાં ધન્વંતરી રથ દ્વારા શિવમ પાર્ક કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ર૪૩ લોકોને કોરોના સામે રોગપ્રતિકારક શકિત વધારતા ઉકાળા પીવડાવવામાં આવેલ. તે વખતની તસ્વીર.

(3:01 pm IST)