Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

કાલાવડ રોડ-આજી ડેમ વિસ્તારમાંથી ૪૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશઃ ૧૮ને નોટીસ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા કાલાવડ રોડ-આજી ડેમ વિસ્તારમાં ખાણી-પીણીના રેંકડી ધારકોને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું. આશરે ૩૪ આસામીઓને ત્યાં ચેકીંગ હાથ ધરેલ જેમાં ૧૮ આસામીઓને ત્યાંથી ચટણી-૦૭ કિલો, બટેટા ૩ કિલો, સંભારો ૩ કિલો, વિગેરે વેચાણ કરતા હતાં. સિન્થેટીક પ્રતિબંધિત કલર આશરે ૬૦૦ ગ્રામ, કલર પ્રીપરેશનર લીટર, વાસી બટેટા ૯ કિલો, નુડલ્સ ૧ર કિલો, મન્ચુરીયન ૪ કિલો, સહિત કુલ ૪૦ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. તમામને નોટીસ આપવામાં આવી છે.  આ કામગીરી આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, ડેઝીગ્રેટેડ ઓફીસર એ. એન. પંચાલની સુચના મુજબ એફએસઓ સી. ડી. વાઘેલા, આર. આર. પરમાર, કે. જે. સરવૈયા, એચ. જી. મોલીયા દ્વારા કરવામાં આવી હતી. તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(4:10 pm IST)