Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

એગ્રી કલ્ચર સેન્સેસમાં હવે એકાદતાલુકો બાકીઃ તલાટીઓનો પ્રશ્ન હલ

રેવન્યુ અને પંચાયત બંને તલાટીઓને કામગીરી ડીવાઇડ કરાઇ છેઃ કલેકટર

રાજકોટ તા. ૩: રાજકોટ કલેકટર શ્રી રાહુલ ગુપ્તાએ પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે એગ્રીકલ્ચર સેન્સેસનો પ્રશ્ન હલ થઇ ગયો છે, અને હવે એકાદ તાલુકાો બાકી છે, જે કામ ઝડપથી પૂર્ણ કરી લેવાશે.

તેમણે ઉમેર્યું હતું કે તલાટીઓનો પ્રશ્ન હતો તે હલ કરી લેવાયો છે, પંચાયતના તલાટીઓ આ કામગીરી રેવન્યુ તલાટીઓને કરવાની હોય તેમ જણાવતા હતા, પરંતુ તેમના મંડળના પ્રમુખને બોલાવી પ્રશ્ન હલ કરી લેવાયો છે.

કલેકટરે ઉમેર્યું હતું કે જસદણ, રાજકોટ તાલુકા, વિંછીયા, કોટડા સાંગાણીનો પ્રશ્ન હતો તે હલ થયો છે, રેવન્યુના નેજામાં આવતા હોય તે ગામની ખેતી ઉપજની ગણત્રી રેવન્યુ તલાટી કરશે, અને આસપાસના ગામોની ગણત્રી પંચાયત તલાટી કરશે, કામ ડીવાઇડ કરી દેવાયું છે, એટલે તેમાં હવે પ્રોબ્લેમ રહેતો નથી, અને ટુંક સમયમાં રાજકોટ જીલ્લાની આનાવારી આગામી મળનાર મીટીંગમાં ફાઇનલ કરી લેવાશે.

(3:56 pm IST)