Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ટીપર વાનના ફેરાના કૌભાંડને બ્રેક

સુનિશ્ચિત સ્થળો બાકાત રહે તો ઓનલાઇન દંડ : શહેરના તમામ ૨૮૭ રૂટ પર કુલ ૫૩૫૫ સ્થળો પર કાર્યરત : બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ તા. ૩ : શહેરના તમામ વોર્ડમાં મીની ટીપર વાહન મારફત ગાર્બેજ કલેકશન કરવામાં આવે છે. મીની ટીપરની કામગીરી વધુ સધન અને સારી રીતે થાય તે માટે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ (GPS  Tracking Systeૃ) તા. ૫ જુલાઈથી અમલીકરણ કરવાનું નકી કરવામાં આવેલ છે. રાજકોટ શહેર સ્માર્ટ સિટી મિશન હેઠળ લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી પોતાની વિવિધ કામગીરી વધુ ચોકસાઈભરી બની રહે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આ નવી પહેલ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, શહેરભરમાં મિનિ ટીપર વાહનની મદદથી થતી ગાર્બેજ કલેકશનની કામગીરીમાં નિયમિતતા અને પારદર્શિતા લાવવામાંઙ્ગજીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ અત્યંત આશીર્વાદરૂપ પૂરવાર થશે.

તેમણે કહ્યું કે, શહેરમાં ત્રણેય ઝોનના તમામ મીનીઙ્ગટીપર રૂટમાંઙ્ગGPS Trackingઙ્ગમાટે કુલ ૫૩૫૫ઙ્ગPOI (Point of Interest)ઙ્ગલેવામાં આવેલ છે. અર્થાત દરેક રૂટમાં આશરે ૨૦ થી ૨૫ જગ્યાઓ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. સમગ્ર શહેરની વાત કરીએ તો શહેરના તમામ ૨૮૭ રૂટ પર આવા કુલ કુલ ૫૩૫૫ સ્થળો નક્કી કરવામાં આવેલ છે, જેનેઙ્ગPOIઙ્ગતરીકે ઓળખવામાં આવે છે. મિનિ ટીપર વાહને આઙ્ગPOIને આવરી લેવાના રહે છે.ઙ્ગજીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમઙ્ગસોફટવેર મારફત તમામઙ્ગPOIને વાહન સાથે સાંકળી લેવામાં આવેલ છે. મીનીઙ્ગટીપર વાહન ગાર્બેજ કલેકશન માટેઙ્ગGPS Trackingઙ્ગચાલુ થવાથી આ વાહન તેના રૂટ પર કયારે કયાં હતું, રૂટ અને પી.ઓ.આઈ. બરોબર આવરી લીધેલ છે કે કેમ, વાહનની સ્પીડ કેટલી હતી, રૂટમાં કરવાની થતી કામગીરી અધુરી મુકાઈ છે કે કેમ, વાહન રૂટ સિવાયના બીજા કોઈ રસ્તે ડ્રાઈવ થયું છે કે કેમ વગેરે જેવી માહિતી હવે સોફટવેરની મદદથી આસાનીથી મોનીટર થઇ શકશે. આ સોફટવેર રાજકોટ મહાનગરપાલિકાના આઈ-વે પ્રોજેકટના 'કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર' ખાતે પણ મોનીટર કરી શકાય છે.

મિનિ ટીપર વાહનને જે રૂટ સોંપવામાં આવેલ હોય તેમાં જો કોઈ ફેરફાર થાય ( રૂટ ડેવિયેશન ) તો તુર્ત જ જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમમાં તેની જાણકારી મળી જશે. માત્ર એટલું જ નહી, કોઈ રૂટમાં કામગીરી બાકી રહે તો પણ તુર્ત જ રૂટ પ્લેબેકમાંથી બાકી કામગીરીની વિગતો પણ જાણી શકાશે અને તેના પરથી કામગીરીમાં બેદરકારી સબબ ઓનલાઈન પેનલ્ટી જનરેટ થશે અને કોન્ટ્રાકટરે એ રકમ ભોગવવી પડશે.

જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમની મદદથી મિનિ ટીપર વાહનની કામગીરી એકદમ પારદર્શક અને ચોક્કસાઈપૂર્ણ બનશે.(૨૧.૩૧)

(3:36 pm IST)