Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજકોટના ૮૦ વર્ષીય જનકભાઇ મહેતાએ કોરોના અને મ્યુકરમાઇકોસિસને મ્હાત આપી પરિવારજનોએ ઘરે ઉષ્માભેર આવકાર્યા

(વિનુ જોષી) જુનાગઢ તા. ૩ :.. રાજકોટના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના નિવૃત નર્મદા વસાહતના એન્જીનીયર જનકુમાર ડાયાભાઇ મહેતા (ઉ.૮૦) તે કોરોના અને મ્યુકર માઇકોસીસને મ્હાત આપી સ્વસ્થ થતા પરિવારજનોએ આનંદ સાથે ઘરે પરત થતા વધામણા કર્યા...

આ અંગે જનકકુમાર મહેતાના પુત્ર ડો. પી. જે. મહેતાએ જણાવ્યું હતું કે મારા પિતાજી આજથી ૪૬ દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થતા તેઓને ડાયાબીટીસ હોવાના કારણે ૧૬ દિવસની સારવાર બાદ કોરોના ને મ્હાત આપી અને ત્યાં તો મ્યુકર માઇકોસીસ ની બિમારીમાં સપડાયા અને રાજકોટની સીવીલ હોસ્પીટલમાં ર૯ દિવસ સુધી તબીબોની સતત જહેમતથી તેઓ સ્વસ્થ થતા હોસ્પીટલ થી રજા આપવામાં આવેલ.

દરમ્યાન જનકભાઇ મહેતાના બેન ધીરીબેન તથા પ્રવિણભાઇ તેના પત્નિ વિણાબેન તેમજ ભરતભાઇ અને ડો. પંકજ મહેતાએ જનકભાઇ મહેતાને નવી જીંદગી મળતા હર્ષભેર ઘરે તેમનું કંકુ ચોખાથી ચાંદલો કરી ભેટી અને પરિવારજનોએ આવકાર્યા હતા તેમ એ.એસ.આઇ. દિપકભાઇ બામટાએ જણાવ્યું હતું.

(1:14 pm IST)