Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

મ્યુ.કોર્પોરેશન દ્વારા મેલેરિયા વિરોધી માસની ઉજવણીઃ ૩ વોર્ડમાં ૭૦૬ ઘરોમાં ફોગીંગ

રાજકોટઃ ટ્રાન્સમીસન સીઝન પુર્વે અને જુન માસ, ''મેલેરિયા વિરોધી માસ'' વિરોદ્યી માસની ઉજવણીના ભાગ રૂપે વાહક નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના ઘ્વારા તમામ વોર્ડ માં ''વનડે થ્રી વોર્ડ'' ઝુંબેશ હાથ દ્યરેલ છે. વોર્ડનો વાહક જન્ય રોગ માટે ના સંવેદનશીલ વિસ્તારો આ ઝુંબેશમાં આવરી લેવામાં આવશેઆજ રોજ તા.//૨૦૧૯ ના રોજ ''વનડે થ્રી વોર્ડ'' ઝુંબેશ અન્વયે આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના ઘ્વારા વોર્ડ નં. , ર અને ૪ ની વિવિધ વિસ્તારમાં ઘરે ઘરે ટાંકા- પી૫, અન્ય પાણી ભરેલા પાત્રો તપાસી, જયાં મચ્છરના પોરા જોવા મળે ત્યાં પાત્રો ખાલી કરાવવામાં આવ્યા અથવા તો દવા છંટકાવ કરી પોરાનો નાશ કરવામાં આવેલ તથા મોટા અને ખુલ્લા રહેતા પાણીના પાત્રોમાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવામાં આવેલ. આ પોરાનાશક કામગીરી હેઠળ  ૧૫૧૦  દ્યરોની મુલાકાત લઇ ૬૩૯૯ ટાંકા-પી૫ સહિતના પાત્રો તપાસવામાં આવેલ ૭૦૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ, ૬૧ ખાડામાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવેલ ૨૬૯ દ્યરોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓનું વિતરણ કરવામાં આવેલ ૩૪૪૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ તથા બેનર, પોસ્ટર, સ્ટેન્ડી, પત્રિકા ના માઘ્યમથી લોકોને મેલેરિયા તથા વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે વિગતવાર સમજ આ૫વામાં આવેલ.

આ કાર્યક્રમોમાં અશ્વિન મોલીયા, દલસુખભાઇ જાગાણી, જયમીનભાઇ, અશ્વિનભાઇ ભોરણીયા, મનીષભાઇ રાડીયા, દર્શીતાબેન શાહ, કિશોરભાઇ રાઠોડ, રસિકભાઇ બહુકીયા, અંજનાબેન મોરજરીયા , દુર્ગાબા જાડેજા, બાબુભાઇ આહિર,  સંજયભાઇ ગોસ્વામી, કાનાભાઇ ડેડાનીયા, જયદિ૫સિંહ જીવરાજસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરના સૂચન અનુસાર આરોગ્ય અદ્યિકારી ડો. મનિષ ચુનારા, નાયબ આરોગ્ય અદ્યિકારીશ્રી હિરેન વિશાણી તથા બાયોલોજીસ્ટ વૈશાલી રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા આ ઝુંબેશને સફળ બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે.

(4:00 pm IST)