Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ગરમીથી હજુ છૂટકારો નહિં મળે : દક્ષિણ અરબી સમુદ્રના દરિયામાં ચોમાસાની એન્‍ટ્રી

તા.૪-૫ (મંગળ-બુધ) ૪૨ થી ૪૪, તા.૬ થી ૮ (ગુરૂ થી શનિ) ૪૩ થી ૪૫ અને તા.૯-૧૦ (રવિ-સોમ) પારો ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્‍ચે રહેશે : આકરી ગરમી સાથે ભેજનું પ્રમાણ પણ રહેશે : સાંજના સમયે પવનનું જોર વધશે : આગામી બે દિવસમાં કેરળ અને તામિલનાડુના રાજયોમાંથી એક ઈસ્‍ટ વેસ્‍ટ સિઅરઝોન બનશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૩ : સૌરાષ્‍ટ્ર - ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ગરમીનો પ્રચંડ રાઉન્‍ડ ચાલી રહ્યો છે. આકરા તાપ સાથે બફારાનું પ્રમાણ પણ વધતા લોકોની હાલત દયનીય બની ગઈ છે ત્‍યારે હજુ પણ આ સપ્‍તાહમાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની નથી. આ સપ્‍તાહમાં પણ ગરમીનો પારો ૪૨ થી ૪૫ ડિગ્રીની વચ્‍ચે રહેશે. જો કે સપ્‍તાહના અંતિમ બે દિવસમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળશે. દરમિયાન દક્ષિણ અરબી સમુદ્રમાં ચોમાસાએ એન્‍ટ્રી કરી લીધી છે અને આગામી બે દિવસમાં કેરળ તેમજ તામિલનાડુના રાજયોમાંથી એક ઈસ્‍ટ વેસ્‍ટ સિઅરઝોન બનશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યુ છે.

તેઓએ જણાવેલ કે દક્ષિણ પヘમિ ચોમાસુ આજે દક્ષિણ અરબી સમુદ્રમાં દાખલ થયુ છે. જેથી માલદીવ અને કોમરેન વિસ્‍તારના વધુ ભાગો તેમજ દક્ષિણ બંગાળની ખાડીના થોડા વધુ ભાગો અને મધ્‍ય પૂર્વ બંગાળની ખાડીમાં આગળ ચાલ્‍યુ છે. જયારે ચોમાસુરેખા અરબી સમુદ્રમાં ૬ ડિગ્રી નોર્થથી ૭૦ ડિગ્રી ઈસ્‍ટ અને ત્‍યારબાદ શ્રીલંકાનો દક્ષિણ કિનારો અને ત્‍યાંથી બંગાળની ખાડીમાં ૧૭ ડિગ્રી નોર્થને ૯૫ ઈસ્‍ટ તરફ લંબાય છે.

અશોકભાઈએ જણાવેલ કે, ગત અઠવાડીયે આપેલ આગાહી મુજબ સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - ગુજરાતમાં ગરમીનો આકરો રાઉન્‍ડ જોવા મળેલ. સમગ્ર સપ્‍તાહ દરમિયાન મહત્તમ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્‍ચે જ ઘૂમતુ હતું.

તેઓએ જણાવેલ કે, આગામી બે દિવસમાં દક્ષિણ ભારતના કેરળ અને તામિલનાડુના રાજયોમાંથી ૩.૧ કિ.મી.ના લેવલનો એક ઈસ્‍ટ વેસ્‍ટ સિઅરઝોન રચાશે. હાલમાં દક્ષિણ પヘમિ બંગાળની ખાડીમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ થી ૫.૮ કિ.મી.ના લેવલે તેમજ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ૩.૮ કિ.મી.ના લેવલે એક અપરએર સાયકલોનીક સરકયુર્લેશન છે.

અશોકભાઈએ તા.૪ થી ૧૦ જૂન સુધીની આગાહી કરતાં જણાવેલ કે, આ દિવસોમાં તા.૪-૫ (મંગળ-બુધ) ૪૨ થી ૪૪ ડિગ્રી, તા.૬-૭-૮ (ગુરૂ-શુક્ર-શનિ) ૪૩ થી ૪૫ ડિગ્રી અને તા.૯-૧૦ (રવિ-સોમ) મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્‍ચે રહેશે. આગાહીના અંતિમ બે દિવસોમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. પવનો પヘમિના જ ફૂંકાશે. સાંજના સમયે પવનનું જોર વધુ જોવા મળે. તા.૯-૧૦ (રવિ-સોમ)ના ગરમીમાં આંશિક ઘટાડો થશે, પરંતુ ભેજનું પ્રમાણ વધુ રહેશે. જેની અસરથી અસહ્ય ઉકળાટ, બફારો જોવા મળશે.

(3:49 pm IST)