Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

વધુને વધુ લોકો સાયકલ ચલાવેઃ જાગૃતિ આપતા સંદેશ સાથે ૧૦૦થી વધુ સાયકલીસ્‍ટ જોડાયા

રાજકોટઃ વાહનોનો વધતો જતો ઉપયોગ, વૈશ્વિક તાપમાન માં ઉત્તરોત્તર થતો જતો વધારો, ગ્રીન હાઉસ ઇફેક્‍ટ આ બધી સમસ્‍યાઓ થી સામાન્‍ય તાપમાન ૪૫ ડિગ્રી ને પાર જતું જાય છે. બપોરે ૨ થી ૬ ઘર ની બહાર નીકળવું અશક્‍ય થતું જાય છે. આ પરિસ્‍થિતિમાં સુધારો લાવવા રાજકોટ સાયકલ કલબના સભ્‍યો દૈનિક જરૂરિયાતો માટે શક્‍ય હોય ત્‍યાં સુધી સાયકલ નો ઉપયોગ કરે છે.  રાજકોટ સાયકલ કલબ આયોજિત તથા રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન, રોટરી મિડટાઉન લાયબ્રેરી ના સભ્‍ય ગણ, રાજકોટ પોલીસ ગણ, રાજકોટ રનર્સ ના સહયોગ થી રાજકોટ શહેર માં સાયકલિંગ પ્રત્‍યે અવેરનેસ લાવવા અર્થે અને વધુ માં વધુ લોકો સાયકલિંગ પ્રત્‍યે પ્રેરાય તે હેતુ થી રાત્રી ના ૯ કલાકે ૩૦-૩૫ કિમિ ની સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય મહેમાનો સાયકલિંગ મેયર શ્રી દિવ્‍યેશ ભાઈ અઘેરા, રાજકોટ મ્‍યુનિસિપલ કમિશ્નર શ્રી  બંછાનિધિ પાની તથા એમના સ્‍ટાફ મેમ્‍બર્સ હતા. જેનું ફ્‌લેગ ઓફ રેસકોર્સ મેયર બંગલો ખાતે થી રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ કરેલું અને આ રેલી નો એન્‍ડ પોઇન્‍ટ રોટરી મિડટાઉન લાયબ્રેરી રાખવામાં આવેલું. ૧૦૦ કરતા વધારે સાયકલીસ્‍ટ ઉત્‍સાહ ભેર આ રેલીમાં જોડાયા હતા અને રાજકોટના વિવિધ જગ્‍યાઓએ થી પસાર થઈ દરેક એ એવધુ ને વધુ લોકો સાયકલ ચલાવવા માટે પ્રેરાય એ સંદેશો આપ્‍યો હતો.

(3:47 pm IST)