Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

રબારી યુવા ગ્રુપ દ્વારા યુપીએસસી અને જીપીએસસીનો કોચીંગ કેમ્‍પ

‘‘આપણી સામાજીક ફરજ'' વિશે રાજુભાઈ જુંજાનું વકતવ્‍ય

રાજકોટ : રબારી યુવા ગ્રુપ દ્વારા કોઠારીયા ચોકડી, સહજાનંદ હોલ, રામનગર ખાતે યુપીએસસી અને જીપીએસસીની તૈયારી માટે કોચીંગ કલાસ શરૂ કરવામાં આવ્‍યા છે. જેમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. રહેવા જમવા અને અભ્‍યાસની સંપૂર્ણ સુવિધા નજીવા દરે ઉપલબ્‍ધ કરાયા હોવાનું યાદી જણાવે છે. આ કોચીંગ કલાસમાં ‘‘આપણી સામાજીક ફરજ'' વિષય ઉપર સામાજીક અગ્રણી રાજુભાઈ જુંજાએ વકતવ્‍યમાં જણાવેલ કે દરેક નાગરીકની સામાજીક ફરજ એ છે કે પોતાના કામકાજમાંથી થોડો સમય કાઢી બીજાને ઉપયોગી બનવુ અને તમારા જીવનકાળ દરમિયાન તમને ઉપયોગી થયેલાને હંમેશા યાદ રાખવા જોઈએ. સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં પૂછાતા અમુક પ્રશ્નો કોઈ બુકમાં હોતા નથી, કે કોઈ શિક્ષક શીખવતા નથી પરંતુ તે સમાજ જીવનમાંથી જ મળતા હોઈ છે. એટલે ભણતરની સાથોસાથ ગણતર પણ એટલુ જ જરૂરી છે.

રબારી યુવા ગ્રુપના સભ્‍યો જગાભાઈ સાંબડ, વિજયભાઈ ખટાણા, ગોવિંદભાઈ ખટાણા, ઘનશ્‍યામભાઈ સાંબડ, કચરાભાઈ સાંબડ, ઘનશ્‍યામભાઈ ખાંભલા, જીવણભાઈ સાંબડ, હિતેષભાઈ સાંબડ, અજયભાઈ ખાંભલા, વગેરે સભ્‍યો જોડાયા છે. આઈ ડેર એકેડમીના શ્રી પરેશભાઈ સરસીયાના માર્ગદર્શન હેઠળ દરેક વિષયના નિષ્‍ણાંત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્‍ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. આ કોચીંગ કેમ્‍પમાં ૨૦થી વધુ રબારી સમાજની બહેનો પણ યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે.

(4:39 pm IST)