Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ડાયનેમીક ‘ચેસ' એકેડમી દ્વારા ઇનોવેટીવ ઓપન સોૈરાષ્‍ટ્ર ‘ચેસ' ટુર્નામેન્‍ટ નો પ્રારંભ

રાજકોટ : ડાયનેમીક ચેસ' એકેડમી રાજકોટ દ્વારા ઇનોવેટીવ ઓપન સોૈરાષ્‍ટ્ર ૪ - પ્રકારની રેપીડ ચેસ' ટુર્નામેન્‍ટનો ઉદઘાટન સમારંભ સોૈરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલ ખાતે રાખવામાં આવેલ. મુખ્‍ય અતિથિ વિશેષ મહેમાનોમાં અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશ્નર શ્રી, બંછાનિધીપાની મ્‍યુ.કમિશ્નરશ્રી, આર.એમ.સી. તથા પી.ટી. જાડેજા આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ, રાજપુત સંઘ નીરેનભાઇ જાની ઇનોવેટીવ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ, ઇશ્વરીયા, રાજકોટ -ડાયનેમીક ચેસ' એકેડમીના ચેરમેન એ.જી. પરમાર તથા સેક્રેટરી મનીષ પરમાર હાજર રહેલ હતા. પ્રારંભમાં મહેમાનનું બુકે આપી સન્‍માન પરીનભાઇ પટેલ, નીમીષભાઇ બોરખતરીયા, ચેતનભાઇ કામદાર, કેયુરભાઇ પરમાર, હર્ષદભાઇ ડોડીયા, હાર્દિક પંડયા, જય પરમાર દ્વારા કરવામાં આવેલ. દિપ પ્રાગટય થી ઉદઘાટન બાદ ટુર્ના. કન્‍વીનર કિશોરસિંહ જેઠવા દ્વારા સમગ્ર ટુર્નામેન્‍ટની વિગત અપાઇ હતી. અંતમાં ડાયનેમીક ચેસ' એકેડમીના સેક્રેટરી મનીષ પરમારે સહભાગી બનનાર બધાનો સંસ્‍થાવતી આભાર માનેલ. મુખ્‍ય સ્‍પોન્‍સર ઇનોવેટીવ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ તથા ડો. મુકેશભાઇ ભટ્ટ તેમજ સોૈરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલના સંચાલકોનો પણ આભાર માનેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટુર્નામેન્‍ટ કન્‍વીનર કિશોરસિંહ જેઠવા એ કરેલ. ચીફ આર્બીટરી તરીકે જય ડોડીયાએ સેવા આપી હતી.

 

(4:38 pm IST)