Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

શનિવારે રાજકોટમાં આજીવિકા દિવસની ઉજવણી

જીલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીનું આયોજનઃ ઘંટેશ્વરના મંગલામ પાર્લરનું લોકાર્પણ : એક કરોડથી વધુ રકમનું વિતરણ : જોબ ઓફર લેટર અપાશેઃ ૧ હજાર લાભાર્થી ઉમટી પડશે

રાજકોટ, તા.૩ : શનિવારના રોજ સમગ્ર ભારતમાં ગ્રામસ્‍વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસ' ની ઉજવણી કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લા ખાતે આ કાર્યક્રમ હેમુગઢવી હોલ, રાજકોટ, સવારે ૧૧.૦૦ કલાકે યોજાનાર છે, આ કાર્યક્રમમાં અપેક્ષિત એક હજાર જેવા લાભાર્થી ભાગ લેશે, આ દિવસની ઉજવણી નિમિત્તે મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાના અધ્‍યક્ષ સ્‍થાને અને રાજકોટના સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાની વિશેષ ઉપસ્‍થિતમાં DDU GKY અંતર્ગત સરુથનાર તાલીમ કેન્‍દ્રનું લોકાર્પણ તથા દ્યંટેશ્વર મુકાને બનેલ સખીમડળ સંચાલિત મંગલમ પાર્લર નું લોકાર્પણ કરવામાં આવશે, તથા DDU GKY યોજનામાં તાલીમ લીધેલા લાભાર્થીઓને જોબ ઓફર લેટર એનાયત તેમજ કીટ વિતરણ કરવામાં આવશે.

રાજકોટ જીલ્લાના વિવિધ તાલુકામાં રચાયેલા ગ્રામ સખી સંદ્યને રૂ. ૨૩ લાખના CIF અને RF ફંડનું વિતરણ તથા રૂ. ૮૦ લાખની સીસી લોન, આમ કુલ મળી રૂ. ૧૦૨ લાખની રકમનું ડિસ્‍ટ્રીબ્‍યુસન કરાશે. જિલ્લાની વિવિધ બેંકોમાં સખીમડળના સભ્‍યોને બેન્‍ક સખી તરીકે નિમણુંક અપાશે.. જસદણ તાલુકાના ૮ ગામોમાં સખીમડળ મારફતે નિદર્શન ભોજન વિતરણ ચાલુ કરશે, GST ની તાલીમ લીધેલા લાભાર્થીઓને “GST સહાયતા કેન્‍દ્ર માટે પસંદગી કરાશે, તેમજ મુખ્‍યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ રાજકોટ જિલ્લાના જેતપુર પ્રિન્‍ટિંગ અને ડાઇગ એસોસિયેશન, શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન ગોપાલ નમકીન GIDC મેટોડા, લિજ્જ પાપડ જેવી વિવિધ ૧૫ સંસ્‍થાઓ સાથે આજીવિકા પુરી પાડવા માટેની કામગીરી કરવા સારું સંસ્‍થા અને જિલ્લા ગ્રામ વિકાસ અજેન્‍સી વચ્‍ચે MOU કરવામાં આવશે.  સખીમડળ દ્વારા ઉત્‍પાદિત ચીજ વસ્‍તુઓના સ્‍ટોલ ઉભા કરવામાંઆવશે, કૌશલપંજી રજીસ્‍ટ્રેશન માટે કાઉન્‍ટર ઉભું કરવામાં આવશે, તેમજ બેંકર્સના પણ ઉભા કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા કલેક્‍ટર શ્રી ડો. રાહુલ ગુપ્તા અને ડી.ડી.ડો. શ્રી અનિલ રાણાવસીયાનું માર્ગદર્શન મળી રહ્યું છે.  જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના ડી.એલ.એમ શ્રી વી.બી. બસીયાને કાર્યક્રમન નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોવાનું એક યાદીમાં ઉમેરાયું છે.

(3:17 pm IST)