Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કર્મચારી મંડળીના પ્રમુખપદે જે. આર. સોલંકીની વરણી

સાત લાખની લોન તુરંત મંજુર કરવામાં આવશે

રાજકોટ તા. ૩: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. રાજકોટની વાર્ષિક સાધારણ સભા તા. ર૭ના યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે મળેલ હતી. જેમાં સભાસદો માટે ફરજીયાત બચત પર ૮% વ્‍યાજ અને શેર ઉપર ૯% ડીવીડન્‍ડ ચુકવવાનું નકકી થયેલ. મંડળી દ્વારા સભાસદોને રૂા. ૭,૦૦,૦૦૦/- ની મર્યાદામાં અરજી રજુ થયે તુરત જ લોન આપવામાં આવે છે તથા સભાસદોને કલ્‍યાણકારી યોજના હેઠળ મૃત્‍યુ લાભાંશની રૂા. ૧,૩૦,૦૦૦ રકમ ચૂકવવામાં આવે છે. મંડળીના વર્ષ ર૦૧૮-ર૦૧૯ના વર્ષ માટે નીચેના હોદેદારોની વરણી કરવામાં આવેલ.

જેમાં જે. આર. સોલંકી-પ્રમુખ, એ. એ. પરમાર-ઉપપ્રમુખ, એચ. એન. એરડા-માનદમંત્રી, પી. એમ. ટીલાવત-સહમંત્રી, કારોબારી સભ્‍યશ્રીઓ એચ. કે. આચાર્ય, વી. કે. પરમાર, એમ.આઇ. બેલીમ, જે. એન. ટેવાણી, એમ. વી. કડવાતર, એ. બી. મુલિયાણા, જે. એન. મે સહિત સમાવેશ થયો છે.

(3:16 pm IST)