Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ફોરવ્હીલની જીજે ૦૩ કે એચની સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોની ફરી હરરાજી

રાજકોટ તા.૩: આર.ટી.ઓ. કચેરી દ્વારા મોટર કાર પ્રકારના વાહનો માટે જીજે ૦૩ કેએચ સીરીઝના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરોના રીઇ-ઓકશનથી શરૂ કરવામાં આવનાર  છે તથા ગોલ્ડન સિલ્વર નંબર સિવાયના જીજે૦૩ કેએચ સીરીઝના બાકી રહેલા નંબરોની ફાળવણી તા.૫-૫-૧૮ના રોજ સવારના ૯ કલાકથી કરવામાં આવશે.

ગોલ્ડન, સિલ્વર તથા અન્યપસંદગીના નંબરોના ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઇનવોઇસની તારીખ અથવા વિમાની તારીખ તે બેમાંથી જે વહેલુ હોય તે તારીખથી સાત દિવસ સુધીમાં ફોર્મ સીએનએમાં અરજી કરનારને અરજી કર્યા તારીખથી ૬૦ દિવસ સુધી પસંદગીના નંબર માટેના ઓકશનમાં ભાગ લઇ શકશે. ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા.૭/૦૫/૧૮ થી તા.૯/૫/૨૦૧૮ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાનુ રહેશે. તથા તા.૧૦/૫/૨૦૧૮ના રોજ સવારે ૧૧ કલાક થી તા.૧૧/૫/૧૮નાસાંજના ૪ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓકશન ખુલ્લુ રહેશે તથા તા.૧૧/૫/૧૮ ના રોજ સાંજના ૫ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઇ-ઓકશનનું પરિણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે ૭) ગોલ્ડન, સિલ્વર તથા અન્ય પસંદગી નંબરો ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.

પસંદગી નંબર માટે બાબતે કોઇ વિવાદ હશે તો તેવા કિસ્સામાં પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી રહેશે. સફળ અરજદારોએ નિયત સમય મર્યાદા (દિવસ-૫)બીડની રકમનું ઇ પેમેન્ટ કરી ફોર્મ આર.ટી.ઓ. કચેરી રાજકોટ ખાતે જમા કરાવામાં અરજદાર નિષ્ફળ જશે તો. ભરેલ રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઇ જશે. ત્યાર બાદ પેમેન્ટ વગરની અરજીઓને રદ બાતલ ગણવામાં આવશે.

(2:36 pm IST)