Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2019

શહેરનાં ૧૦ હજાર ઘરોમાં પાણી ચોરી અટકાવવા ચેકીંગઃ ૨૦ દિ'માં ૯૦ મકાન ધારકો ઝડપાયા

રાજકોટ, તા.૩: શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓણી તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં તા. ૧૩ માર્ચથી તા. ૦૨ એપ્રિલ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં ૮૧ કિસ્સા અને ૦૭ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેકટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૯૩,૫૧૦/-નો દંડ વસૂલ કરાયો હતો. આ અંગે કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૧૦૩૭૪ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેકટ પમ્પિંગનાં ૩૭ કિસ્સાઓમાં ઇલેકિટ્રક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જયારે ડાયરેકટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

(4:35 pm IST)