Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2019

કેઈઝન ગ્રુપ દ્વારા કાલે કોલેજના અંતિમ વર્ષમાં પરીક્ષા આપેલ છાત્રો માટે ફ્રી સેમીનાર

સરકાર દ્વારા અપાતી સ્કોલરશીપ અને લોનના વ્યાજની સબસીડી અંગે માર્ગદર્શન અપાશે : નિષ્ણાંતોના વકતવ્ય : વિદ્યાર્થીઓએ નામ નોંધાવી દેવા

રાજકોટ, તા. ૩ : અહિંના જાણીતા કેઈઝન ગ્રુપ દ્વારા કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે છેલ્લા ૧૧ વર્ષની માફક આ વર્ષે સતત ૧૨માં વર્ષે ફ્રી કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન આવતીકાલે તા.૪ના ગુરૂવાર હોટલ ઈમ્પીરીયલ (સવારે૯ થી) માં કરવામાં આવેલ છે. જેમાં હૈદ્રાબાદ બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, ભરૂચ, બરોડા, અમદાવાદ, ગાંધીનગર વગેરે શહેરોમાંથી કોલેજના રીપ્રેઝન્ટેટીવ ઉપસ્થિત રહી વિદ્યાર્થીને મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપશે.

આ ઉપરાંત કેઈઝન ગ્રુપના સીઈઓ શ્રી વસીમ વાહીદભાઈ માકડા દ્વારા પણ વિદ્યાર્થીઓ કે જેઓ દર વર્ષે પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓને સ્કુલ કોલેજમાં સેમીનાર આપી માર્ગદર્શન આપી મોટીવેટ કરે છે.

આ સેમીનારમાં કારકિર્દી માર્ગદર્શન ઉપરાંત વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી વિવિધ સ્કોલરશીપ તેમજ આગળ ઉચ્ચ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લીધી હોય તો તેના વ્યાજની સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે વગેરે જેવી યોજનાઓની માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત એફડીડીઆઈ ભરૂચ દ્વારા કે જેઓની મુખ્ય શાખા દિલ્હી છે. તેમના દ્વારા તે કોલેજમાં ચાલતા નવીનતમ અભ્યાસક્રમો અને તેમની કોલેજમાં સ્વીકારવામાં આવતી વિવિધ ગર્વમેન્ટ સ્કોલરશીપનું વોકેશનલ યુનિવર્સિટી બરોડામાંથી પણ રીપ્રેઝન્ટેટીવ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આ સેમીનાર માત્ર આમંત્રિત વિદ્યાર્થી માટે હોઈ વિદ્યાર્થીઓએ પોતાના પાંચમા સેમેસ્ટરની માર્કશીટની ઝેરોક્ષ કેઈઝન ટાઈમ્સ કાર્યાલય ઓફીસ નં. ૧૬, ગ્રાઉન્ડ ફલોર, કોસ્મો કોમ્પલેેક્ષ, મહિલા કોલેજ ચોક ખાતે રજીસ્ટ્રેશન કરાવી લેવું. આ સેમીનાર માત્ર વિદ્યાર્થીઓ માટે જ છે. આ અંગે વધુ વિગત માટે વસીમ માકડાનો મો.૯૮૨૪૫ ૮૬૫૬૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:34 pm IST)