Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ઉત્સવોથી લોકહૃદયમાં પરસ્પર પ્રેમ અને ઉત્સાહ વધે : લંડન ગુરૂકુળ દ્વારા શાકોત્સવ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ લંડન દ્વારા પ્રિસ્ટ મેડ સ્કૂલમાં શાકોત્સવ  ઉજવાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. : લંડનના હેરો કેન્ટન વિસ્તારમાં આવેલ પ્રિસ્ટ મેડ સ્કૂલમા શ્રી સ્વામિનારાયણ  ગુરૂકુલ લંડન દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ. .જમવું અને જમાડવું ભારતીય સંસ્કૃતિ છે તેને ભારતીઓ આજે વિદેશમાં પણ પ્રસરાવી રહ્યા છે. ગુજરાતી , કાઠીયાવાડી , પંજાબી વગેરે ભારતીય ભોજનો અહીં મોટા પ્રમાણમાં મળે છે.

  પ્રસંગે સંતોની ઉપસ્થિતિમાં યુવાનોએ એક સત્સગ સભાનું આયોજન કરેલ. પ્રારંભમાં નીલકંઠદાસ સ્વામીએ  ગુજરાતમાં બોટાદ જિલ્લામાં આવેલ લોયા ગામે પ્રથમ શાકોત્સવ ઉજવેલ તે પ્રસંગની વાત કરતાં કહેલું કે   સ્વાદ અને સુગંધની સોડમ સંગાથે ભગવત પ્રસાદનો આસ્વાદ કંઈક અનેરો હોય છે. આસ્વાદ ૨૦૨ વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે રીંગણાનું શાક બનાવીને સંતો ભકતોને ચખાડેલો.

પ્રેમાનંદ સ્વામીએ બનાવેલા  શાકોત્સવ પ્રસંગોના કીર્તનોનું શ્રી નીલકંઠદાસજી સ્વામીજીએ સુમધુર સૂર સાથે ગાન કરી સૌને શાકોત્સવની લીલામાં રસ તરબોળ કરેલ.

શ્રી સ્વયંપ્રકાશદાસજી સ્વામીએ માઇનસ એક ડિગ્રી ઠંડીમાં પણ ઉપસ્થિત રહેલા ભાવિકોને સંબોધન કરતા કહ્યું હતું  કે ભારતીય સંસ્કૃતિમાં સમયે-સમયે ઉજવાતા ઉત્સવો લોકોના હૃદયમાં ઉત્સાહ સાથે પરસ્પર પ્રેમનું વાતાવરણ જગાવે છે.

શ્રી ભકિતતનયદાસજી સ્વામીએ કહ્યું હતું કે આજનો માણસ દેખતો છે પણ એની દોટ આંધળી છે. સંપત્તિ, સતા, સામગ્રી કે સૌદર્ય પાછળની દોટ છે દોટમાં ઓટ આવવાથી સંસ્કૃતિ અને પરિવાર સાથેની આત્મીયતા વધે છે.

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનની સુરત શાખાથી પધારેલ શ્રી ભજન સ્વામીએ બનાવેલ રીંગણાનું શાક તેમજ મહિલા ભકતોએ બનાવેલા બાજરાના રોટલા અને ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા યુવાનોએ બનાવેલા થેપલા સાથે ઓર્ગેનિક દેશી ગોળ અને ખીચડી કઢી તેમજ રાયતા મરચા વગેરેનો થાળ ભગવાનને ધરાવવામાં આવેલ . માનસીપૂજા કરી સહુ ભકતોએ સમૂહમાં શાકોત્સવનો આસ્વાદમાણી ધન્યતા અનુભવેલ.   આજે માઇનસ એક ડીગ્રી ઠંડીમાં યોજાએલ શાકોત્સવમાં લંડન હેરો વિસ્તારના ડેપ્યુટી મેયર રામજીભાઈ ચૌહાણ તથા હેરો ઇસ્ટના ચેરમેન સ્ટેફન વોલોઝનક તથા કાઉન્સીલર શ્રીકાંતિભાઈ રાબડીયા ઉપસ્થિત રહેલ. આજના શાકોત્સવના મુખ્ય યજમાન વુલવીચવાળા શ્રી રવજીભાઈ વેકરીયા તથા ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી સંજયભાઈ ઝાલાવાડિયાનિકુંજભાઇ લાખાણીનરેશભાઈ સાવલીયાને સંતોએ શુભાશીર્વાદ પાઠવેલ હતા.

(4:56 pm IST)