Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

વિશ્વ મહિલા દિવસે જન્‍મ લેનાર દિકરીઓને સોનાની ચુંક ભેટ : ગૌ સેવક વિજય વાંકનો સંકલ્‍પ

રાજકોટ,તા.૩ : મવડી વિસ્‍તારના પૂર્વ કોર્પોરેટર અને શહેરના સેવાભાવી ભામાશા ગૌ-સેવક વિજયભાઇ વાંક દ્વારા ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિતે હર હંમેશની જેમ આ વર્ષે પણ જે બહેનોને દિકરીઓને જન્‍મ થયો હોય તેવી લક્ષ્મી સ્‍વરૂપ માતાજીને સોનાની ચુંક, ગુલાબના ફુલ તેમજ રૂા.૧૦૦ની રોકડ ભેટ આપી દિકરીઓના અવતરણ દિવસને ખરા અર્થમાં વધાવવાનો સંકલ્‍પ જાહેર કરાયો છે.

આ સેવાકાર્ય ૮ માર્ચના આખો દિવસ દરમ્‍યાન રાજકોટની સરકારી હોસ્‍પિટલ, પદમકુંવરબા હોસ્‍પિટલ, ઝનાના તથા શહેરની પ્રાઇવેટ હોસ્‍પિટલમાં હાથ ધરાશે. વધુ વિગતો માટે વિજયભાઇ વાંક મો. ૯૮૨૪૪ ૬૫૩૭૬, ૯૮૨૪૫ ૮૦૯૮૦ ઉપર સંપર્ક કરવો જણાવાયુ છે.

(4:29 pm IST)