Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના નેજા હેઠળ રાજકોટ-જામનગર અને જુનાગઢમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાશે

રાજકોટ તા. ૩ : ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના નેજા હેઠળ કાર્યરત ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૬ ના સોમવારે ષાી શક્‍તિની તાકાત અને જવાબદારી' વિષય પર વક્‍તવ્‍યનું આયોજન કરાયું છે.

કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપરાંત મહિલા ટ્રસ્‍ટી શ્રીમતિ અનારબેન પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેશે.

શહેરના સરદાર પટેલ ભવન ખાતે બપોરે ૩ વાગ્‍યાથી શરૂ થનાર આ કાર્યક્રમમાં સુરતના રીચ થીંકર શ્રીમતિ અંકિતાબેન મૂલાણી ઉપસ્‍થિત રહી ષાી શક્‍તિની તાકાત અને જવાબદારી' વિષય પર વક્‍તવ્‍ય આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્‍પાહારની વ્‍યવસ્‍થા  કરવામાં આવી છે.

જામનગરમાંપણ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૫ ના રવિવારે મુળજીભાઈ બાવનજીભાઈ રાણપરીયા લેઉવા પટેલ પાર્ટી પ્‍લોટ ખાતે મા ખોડલના લાપસી મનોરથનું આયોજન કરાયું છે. સાથે સફળ મહિલાઓનું સન્‍માન, લોક ડાયરો અને મહાપ્રસાદનું પણ આયોજન છે. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.

જયારે જૂનાગઢ ખાતે તા. ૫ ના રવિવાર સાંજે ૪ થી ૬ શિવમ પાર્ટી પ્‍લોટ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નારી શક્‍તિને નમન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

(4:08 pm IST)