Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

રવિવારે દિવ્‍યાંગ બાળકો માટે નિઃશુલ્‍ક ફનફેર

ભુલકાઓ રાઇડસ, ગેઇમઝોન, મહેંદી-ટેટુ વિ.ની મજા માણશે, ૧૨ ફુડ સ્‍ટોલમાં ૩૦ જેટલી વિવિધ વાનગીઓનો રસથાળ

રાજકોટઃ સેતુ વર્કશોપ એન્‍ડ હોબી સેન્‍ટર ફોર મેન્‍ટલી ચેલેન્‍ઝડ છેલ્લા ૧૦ વર્ષોથી આ બાળકોની વોકેશનલ ટ્રેઇનીંગ માટે કાર્યરત છે. સેન્‍ટર નિઃશુલ્‍ક કાર્ય કરે છે. સેતુનો મુખ્‍ય હેતુ મેન્‍ટલી એન્‍ડ ફીઝીકલી ચેલેન્‍જડ બાળકોને વોકેશનલ ટ્રેઇનીંગ આપીને તેમને પગભર કરવાનો અને સમાજનાં સહયોગથી સેતુને આ કાર્યમાં સફળતા મળી હોવાનું યાદીમાં જણાવ્‍યુ છે

આ વર્ષે તા.૫/૩ના રવિવારે સાંજે ૪.૩૦થી ૯.૩૦ સુધી જૈન બાલાશ્રમ(લોધાવાડ પોલીસ ચોકીની સામે, ૮-રજપુતપરા)ખાતે ફનફેરનું આયોજન થયુ છે

સેતુ દ્વારા આયોજીત ફનફેરમાં રાખવામાં આવેલ વિવિધ ફુડ સ્‍ટોલનું સંચાલન આવા બાળકો અને તેના વાલીઓ દ્વારા કરવામાં આવશુ. ૧૨ ફુડ સ્‍ટોલમાં ૩૦ જેટલી વિવિધ ફુડ આઇટમ રાખવામાં આવેલી છે. દરેક આઇટમ વાલીઓ દ્વારા ઘરે જ બનાવીને લાવશે જેમકે બાસ્‍કેટ ચાટ, પાપડી ચાટ, પાણીપુરી દહીવડા, વિવિધ જાતના મફીન્‍સ, ક્રીમ રોલ, ગરમ ખીચુ, ઇડલી સાંભાર, પૌઆ ચાટ, ફ્રેશ ફુડ ચાટ, વિવિધ જાતના અથાણા લાઇવ ઢોકળા, અને વિવિધ પ્રકારના સુકા નાસ્‍તા અને મીઠાઇ ચટપટી આઇટમ્‍સ હશે અને સાથે ઠંડા પીણા, આઇસ્‍ક્રીમ રાખવામાં આવેલ છે

આ વખતનું ફનફેરનું નવુ આકર્ષણ છે રાજકોટના કેરી કેચર આર્ટીસ્‍ટ દ્વારા બાળકોના સ્‍કેચ દોરી આપવામાં આવશે. આ ઉપરાંત કુંભાર દ્વારા ચાકડા ઉપર માટીના રમકડા બનાવતા શીખવાડવામાં આવશે અને બાળકોને વિવિધ ગેઇમ્‍સ ફ્રીમાં રમી શકશે અને જીતનાર બાળકને ઇનામ આપવામાં આવશે. મહેંદી અને ટેટુનો સ્‍ટોલ રાખવામાં આવ્‍યો છે જેમાં બાળકોને ગમે તેવા વિવિધરંગી ટેટુ અને મહેંદી ફ્રી માં કરી અપાશે.ફનફેરની મુલાકાત લઇને મેન્‍ટલી એન્‍ડ ફીઝીકલી ચેલેન્‍જડ બાળકોનો ઉત્‍સાહ વધારી સહભાગી બનવા જાહેર જનતાને આમંત્રણ અપાયુ છે.

(5:17 pm IST)