Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

હેમિલ થોરિયાની સ્‍મૃતિરૂપે કાલે વાવડી ખાતે રકતદાન કેમ્‍પ

રાજકોટ સિવિલ હોસ્‍પીટલના લાભાર્થે

રાજકોટઃ સિવિલ હોસ્‍પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી ગૌ.વાસ.હેમિલ(કનૈયો) નીપુલભાઇ થોરિયાની સ્‍મૃતિરૂપે, શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપના સહયોગથી તા.૪/૩ શનિવાર, સવારે ૯થી ૧વાગ્‍યા સુધી, રાધેશ્‍યામ ગૌશાળા, ઓમ સુપર માર્કેટની બાજુમાં, અલય ગાર્ડન સોસાયટી, વાવડી, રાજકોટ ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં શ્રી નિપુલભાઇ થોરિયા, શ્રી રસિકભાઇ થોરીયા, શ્રી કેતનભાઇ થોરીયા, શ્રી જયસુખભાઇ રાખસિયા, સમસ્‍ત થોરીયા પરીવાર, શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપ, શ્રી વિનય જસાણી, સિવિલ હોસ્‍પીટલ બ્‍લડબેંકના એમ.ડી.પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે

(3:00 pm IST)