Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કેપ્‍ટન ટ્રેક્‍ટર્સ દ્વારા ધરતીપુત્રો માટે સર્વપ્રથમ લાયન સીરીઝના નવા મીની ટ્રેક્‍ટરનું લોકાર્પણ

ખોડલધામ મંદિર ખાતે આ ટ્રેક્‍ટરને પસંદ કરનાર દર ૨૫ ગ્રાહકોનો લક્કી ડ્રો, તેમાંથી એક વિજેતાને એકને હિરો મોટર સાઇકલની ભેટ

રાજકોટ :  મીની ટ્રેક્‍ટરના ઉત્‍પાદનમાં અગ્રણી એવા કેપ્‍ટન ટ્રેકર્સ' દ્વારા ધરતીપુત્રો માટે ભારતમાં સીંગલ સિલીન્‍ડર ટ્રેક્‍ટર શ્રેણીમાં ખુબ જ પ્રભાવશાળી નવા લાયન સીરીઝ (200DI-LS) મીની ટ્રેક્‍ટરનું લોકાર્પણ કરાયું હતું.

મીની ટ્રેક્‍ટરની પાયોનીયર કંપની એવી કેપ્‍ટન ટ્રેક્‍ટર્સ' ના મેનેજીંગ ડિરેક્‍ટર શ્રી રાજેશભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, તદ્દન નવા ફિચર્સ સાથેના આ ખાસ ટ્રેક્‍ટરને કેપ્‍ટન ટ્રેક્‍ટરના લાયન સીરીઝનો ભવ્‍ય પ્રારંભ આસ્‍થાના પ્રતિકસમા ખોડલધામ મંદિર કાગવડ (રાજકોટ)ના સાનિધ્‍ય માંથી કરાયો હતો. આ ટ્રેક્‍ટરનું નિર્માણ એવા ખેડૂતો માટે છે કે જેમને કયાંય રોકાયા કે અટકયા વિના હંમેશા સતત જમાના સાથે આગળ વધવું છે. આ ટ્રેક્‍ટરથી ધરતીપુત્રોને ખેતીકામમાં રોજબરોજ થતી સમસ્‍યાઓનું સમાધાન મળશે. આ સીંગલ સીલીન્‍ડર મીની ટ્રેક્‍ટરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરાઇ છે કે, આ શ્રેણીમાં અત્‍યાર સુધીની સૌથી પાવરફુલ, સુવિધાજનક, આરામદાયક, આકર્ષક દેખાવ, સુરક્ષીત ટ્રેક્‍ટર મળશે, આ સમારંભમાં ૨૦૦ ખેડૂતોને ટ્રેકટરનું વિતરણ કરવામાં આવેલ.

(2:54 pm IST)