Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કાપડના વેપારી દ્વારા થયેલ ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીનો નિર્દોષ -છૂટકારો

રાજકોટ,તા. ૩ : રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખાજુરડી ગામે રહેતા હરેશ પરસોતમભાઇ મૂંગલપારા વિરૂધ્‍ધ કાપડના વેપારી વિશાલ હસમુખભાઇ કોટડીયાએ રૂા. ૨,૦૦,૦૦૦ની રકમના બે ચેકો મળી કુલ રૂા. ૪,૦૦,૦૦૦ની રકમના ચેકો રીટર્ન થયા અંગેની ફરિયાદ રાજકોટના એડી. ચીફ જ્‍યુડી મેજી.ની કોર્ટમાં દાખલ કરેલ. જે ફરિયાદ ચાલી જતા અદાલતે આરોપી હરેશ મૂંગલપારાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ ફરિયાદની હકીકત એ પ્રકારે છે કે ફરિયાદી વિશાલ હસમુખભાઇ કોટડીયા ખોડલ ફેશનના નામથી રેડી મેઇડ તેમજ હોલસેલમાં કપડાનો વેપાર કરે છે અને આરોપી  હરેશભાઇ પણ કાપડનો વેપાર કરતા હોય જેઓએ ફરિયાદી પાસેથી જુદી-જુદી તારીખ કુલ રૂા. ૪,૧૫,૯૮૦ પુરાનો માલ ખરીદેલ અને આ માલ અંગેના બીલો પણ ફરિયાદી દ્વારા ફરિયાદના કામે રજુ થયેલા. આમ ખરીદેલ માલની રકમ પૈકી આરોપી હરેશભાઇએ ફરિયાદીને રૂો ૧૫,૯૮૦ ચુકવી આપેલા અને બાકી રહેતી રકમ રૂા. ૪,૦૦,૦૦૦ માટે આરોપીએ તેઓની બેંક દેના બેંક, રાજકોટ શાખાનો રૂા. ૨,૦૦,૦૦૦નો ચેક તથા રૂા.૨,૦૦,૦૦૦નો ચેક એમ બે ચોક તા. ૯ આપતી વખતે આરોપીએ ફરિયાદીને એવો વચન, વિશ્વાસ અને ખાતરી આપેલ કે સદરહું ચેક બેંકમાં વટાવવા નાખશો એટલે ચોક્કસ વટાવાઇ જશે. જેનો ઉપર ભરોસો રાખી ફરિયાદીએ સદરહું ચેક બેંકમાં પાસ થવા માટે રજુ કરતા જે તા. ૧/૧/૨૦૧૮ ના રોજ ‘ફંડ ઇનસફીસીયન્‍ટ'ના શેરા સાથે પરત ફરેલ.

આ અંગે ફરિયાદીએ આરોપીએ તેઓના વકીલશ્રી મારફત તા. ૮/૧/૨૦૧૮ના રોજ નોટીસ આપેલ જે આરોપીને બજી ગયેલ હોવા છતાં આરોપીએ તેનો તેઓના વકીલશ્રી મારફત ઉડાઉ જવાબ આપી ચેક મુજબની રકમ ફરિયાદીને ચુકવેલ ના હોય ફરિયાદીએ કોર્ટમાં આરોપી વિરૂધ્‍ધ ચેક રીટર્ન અંગેની ફરિયાદ દાખલ કરેલ હતી.

આ રકમ આરોપીએ ફરિયાદીને ચુકવી આપેલ હોવા છતા આરોીના ખાતાના કોરા ચેકો ફરિયાદી પાસે પડી રહેલ હોય જેનો દુરુપયોગ કરી ફરિયાદીએ આરોપી વિરૂધ્‍ધ તદ્દન ખોટો કેસ કરેલ છે. વધુમાં આરોપી તરફે ફરિયાદીની થયેલ ઉલટતપાસ તેમજ રેકર્ડ પર આવેલ પુરાવાઓ થકી ફરિયાદીની આરોપી પાસેથી ચેક મુજબની લેણી રકમ વેપારી વ્‍યવહારની નહિ પરંતુ ગેરકાયદેસર વ્‍યાજની હોય તેવો આરોપીનો બચાવ વધુ સંભવિત હોવાનું અને આ રકમ કાયદેસર વસુલવા પાત્ર રકમના હોવાનું નામદાર કોર્ટે માની આરોપીને સદરહું ફરિયાદના કામે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી વકીલ તરીકે સમીર એચ.જોશી, ધર્મેન્‍દ્ર પી. ગઢવી તેમજ ભવદીપ આર. દવે રોકાયેલ હતા.

(11:59 am IST)