Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

મોચી બજાર ખાડામાં ઘોડીપાસા રમતાં પાંચ પકડાયાઃ ૨૫ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૩: એ-ડિવીઝનના પી.આઇ. વી.એન. યાદવની રાહબરીમાં ડી. સ્ટાફે દરોડો પાડી મોચી બજાર ખાડામાંથી પાંચ શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતાં ઝડપી લીધા છે.

મોચી બજાર ચામડીયા ખાટકીવાસ ખાડામાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતાં આ વિસ્તારના જ રફિક ગનીભાઇ જેસરીયા (ઉ.૫૨), દેવજી પાલાભાઇ જાદવ (ઉ.૪૩), યુસુફ મુસાભાઇ સમા (ઉ.૫૮), સુરેશ રામચંદ્રભાઇ ચોૈહાણ (ઉ.૫૩) તથા હનીફ મહમદભાઇ પરમાર (ઉ.૩૦)ને એ-ડિવીઝનના પી.એસ.આઇ. ભટ્ટ , એએસઆઇ રામગરભાઇ ગોસાઇ, શિવરાજસિંહ જાડેજા, નરેશભાઇ સહિતના સ્ટાફે પકડી લઇ રૂ. ૨૫૯૧૦

જ્યુબીલી પાસે છરી સાથે  જાહીદ પકડાયો

દૂધસાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટર ૧૦૩/૭૫૩માં રહેતો જાહીદ મહમ્મદભાઇ પારેખ (મેમણ) (ઉ.૩૦) જ્યુબીલી બગીચા પાસે છરી સાથે નીકળતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. એસ. વી. સાખરાએ પકડી લીધો હતો. (૧૪.૫)

 

(4:34 pm IST)