Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

નવાગામમાં હોળીના દર્શન કરવા ગયેલા સંજય ઉર્ફ ટકા કોળી ઉપર ધોકાવાળી

જુના ડખ્ખાને લીધે રૂડો, ભનુ અને સામત તૂટી પડ્યા

રાજકોટ તા. ૩: નવાગામ રંગીલા સોસાયટી પંચવટી-૨માં રહેતાં સંજય ઉર્ફ ટકો વાઘજીભાઇ રોજાસરા (ઉ.૨૭) નામના કોળી શખ્સને તે હોળીના દર્શન કરવા ગયો ત્યારે આ સોસાયટીના જ રૂડા પરમાર, ભનુ પરમાર અને સામતે ઝઘડો કરી લાકડીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

 

કુવાડવા પોલીસ મથકના એએસઆઇ રાયધનભાઇ ડાંગરે સંજય ઉર્ફ ટકાની ફરિયાદ પરથી ત્રણેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે. રાત્રે બારેક વાગ્યે સંજય ઉર્ફ ટકો હોળીના દર્શન કરવા ઘર પાસે ગયો ત્યારે જુના મનદુઃખને લીધે રૂડા સહિતનાએ ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી અને ધોકાથી માર માર્યો હતો. સંજય ઉર્ફ ટકા વિરૂધ્ધ પણ અગાઉ ગુના નોંધાઇ ચુકયા છે. (૧૪.૬)

(4:33 pm IST)