Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

રાજકોટમાં સૌ પ્રથમ વખત રાજ્યકક્ષાની એકવાથ્લોન સ્પર્ધા

મ્યુનિ. કોર્પોરેશન તથા ગુજરાત સ્ટેટ એકવાથ્લોન એસોસીએશનના સંયુકત ઉપક્રમે આયોજન

રાજકોટ તા. ૩ : મહાનગરપાલિકા તથા ગુજરાત સ્ટેટ એકવાથ્લોન એસોસીએશન ના સંયુકત ઉપક્રમે શહેરમાં સૌ પ્રથમ વખત 'એકવાથ્લોન સ્ટેટ ચેમ્પિયનશીપ-૨૦૧૮'નું તા. ૪ માર્ચના આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલ તા. ૪ માર્ચના  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે થશે. આ પ્રસંગે પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, અનુસુચિત જાતી મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી કમલેશભાઈ નાણાવટી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ ડીસ્ટ્રીક સ્વિમિંગ એસો. પ્રમુખ ઉમેશભાઈ રાજયગુરુ ઉપસ્થિત રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા વિગેરે ઉપસ્થિત રહેશે.

 આ કાર્યક્રમમાં જુદા જુદા રમતવીરો જુદી જુદી રમતોમાં ભાગ રહેશે. આ કાર્યક્રમના અંતે રમતવીરોને ઇનામ વિતરણ કરવામાં આવશે તેમ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સમાજ-કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ છે.(૨૧.૩૦)

 

(4:22 pm IST)