Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

વડવાજડી ગામતળ પ્રકરણઃ અનુસુચિત જાતિના આવેદન સામે અન્ય ગ્રામજનો ઉમટી પડયાઃ કલેકટરને આવેદન

ખનીજ ચોરી-ગેરકાયદે ઓરડીઓ અંગે પણ આક્ષેપોઃ ગામતળ અંગે નિરીક્ષણ કરવા માંગણી...: આત્મવિલોપનની ચેતવણીમાં અમે કોઇ ગ્રામજનો જવાબદાર નથીઃ ૬૬ કેવી લાઇન પાસે ગામતળ અપાય તેમાં કોઇ વાંધો નથી...

વડ-વાજડી ગામના આગેવાનોએ રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે ને આજે બપોરે વિસ્તૃત રજૂઆતો કરી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

 

રાજકોટ તા. ૩ :.. લોધીકા તાલુકાના વડ વાજડી ગામના આગેવાનોએ નવા ગામતળની જગ્યાનું દબાણ દૂર કરવા અંગે અનુસુચિત જાતિના આગેવાનો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેનો વિરોધ કરી આજે અનુસુચિત જાતિના આગેવાનોના આવેદન સામે રાજકોટ કલેકટરને લેખિતમાં રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, હાલના સરપંચ દ્વારા જે જગ્યાની માંગણી મુકવામાં આવેલ છે તે તદન ખોટી અને ઉપજાવી કાઢેલ વાત છે અને તે જગ્યાએ અન્યની ખેતી લાયક જમીન આવેલ છે અને તે જગ્યા આગળના ભાગથી ખેતરમાં જવા માટેનો રસ્તો રાજાશાહી વખતનો છે અને સરકારશ્રી દ્વારા નવો રીંગ રોડ એટલે કે ત્રીજો રીંગ રોડ પણ આ જગ્યાથી તદન નજીક આવેલ છે અને આ જગ્યા ઉપરથી જીઇબીની ૬૬ કે.વી.ની હેવી લાઇનો આવેલ છે અને ત્યાં ગામતળ સરકાર દ્વારા આપવામાં આવે તો ગામમાં તમામ અગ્રણીઓ કે કોઇપણ સમાજને વાંધો કે તકરાર નથી તેવું આ લેખિત આવેદનથી અમો જાહેર કરીએ છીએ.

અનુસુચિત જાતિના આગેવાનો દ્વારા આપ ને તા. ર૮-ર-ર૦૧૮ ના રોજ આપેલ આવેદન પત્રમાં તેઓએ જણાવેલ છે કે તેમને માંગ્યા મુજબની ફાળવણી કરવામાં નહી આવે તો તેઓએ આત્મ વિલોપનની ધમકી  આપેલ છે. અને તેના જવાબદાર અમો આગેવાનો તેમજ ગામજનોની જવાબદારી રહેશે તેવું દર્શાવેલ છે પરંતુ ખરી હકિકતે અનુસુચિત જાતના આગેવાનો દ્વારા કોઇપણ પ્રકારની વર્તણુક અથવા આપેલ ધમકીઓ મુજબનું વર્તન કરશે તો તેના જવાબદાર અમો ગામના આગેવાનો કે ગ્રામજનો રહેશું નહી તેના તમામ જવાબદાર અનુસુચિત જાતીના આગેવાનો રહેશે.

આવેદનમાં ખનીજ ચોરી થતી હોવાની બાબતો, ગેરકાયદેસર બંધાયેલ ઓરડીઓ, ગામતળની થયેલ દરખાસ્ત પેન્ડીંગ છે તે અંગે નિરીક્ષણ કરવા સહિતની બાબતો પણ ઉમેરાઇ હતી. (પ-૪૭)

(4:16 pm IST)