Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ગંદકી મુકત રાજકોટ કયારે ? : કોંગ્રેસ

ન્યુસન્સ પોઇન્ટ દૂર કરવાના સુરસૂરિયા બાદ વન-ડે વન વોર્ડ સફાઇ ઝુબેશનું બાળમરણ નિશ્ચિત : વશરામભાઇ સાગઠીયાનો આક્ષેપ

રાજકોટ, તા. ૩ : શહેરના વિવિધ વિસ્તારમાંથી તંત્ર દ્વારા કચરાપેટી હટાવવામાં આવતા ન્યુસન્સ પોઇન્ટ બન્યા છે. આ ન્યુસન્સ પોઇન્ટ દૂર કરવાની કડક સુચના આપવા છતાં જૈસે થે જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સોમવારથી વન ડે વન વોર્ડ આપોઆપ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે જેનું બાળમરણ નિશ્ચિત હોવાનો આક્ષેપ વિપક્ષી  નેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યો છે.

આ અંગે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારમાંથી કચરાપેટી હતી તે જગ્યાએથી કચરાપેટી ઉઠાવી લેતા ન્યૂસન્સ પોઇન્ટ બનેલ છે તે તમામ ન્યૂસન્સ પોઇન્ટ દૂર કરવાની કડક સુચના આપી હતી અને તાત્કાલીન સમયે જાહેરાત કરી હતી કે, હવે ન્યૂસન્સ પોઇન્ટ દૂર નહિ થાય તો સેનેટરી ઇન્સ્પેકટરો દંડાશે, પરંતુ એ વાત હવામાં રહી અને તે ન્યૂસન્સ પોઇન્ટ દૂર કરવાનું સૂરસૂરિયુ થઇ ગયું અને બે માસમાં થુંકનારા કે લઘુશંકા કરનાર અનેક નાગરિકો દંડાયા. ન્યૂસન્સ પોઇન્ટમાં વધારો થયો એવા પોઇન્ટ પર બેસુમાર ગંદકી રહી છતાં સેનેટરી ઇન્સ્પેકટરોને કલીન ચીટ મળી. રાજકોટમાંથી રર૦ જે લોખંડની કચરાપેટી હતી તેની કિંમત પ૦૦૦૦/- હતી તેમાંથી ઘણી ખરી નવી નકોર ડસ્ટબીનો હતી તે તમામ રાતોરાત ઉઠાવી કચરાપેટી મુકત રાજકોટ બનાવી દીધું, પરંતુ રાજકોટને ગંદકી મુકત કયારે બનાવશે તેવો સવાલ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ કર્યો છે.

વધુમાં શ્રી સાગઠીયાએ જણાવ્યું હતું કે આગામી સોમવારથી નવા સુત્ર સાથે સફાઇ કાર્ય માટે વન ડે વન વોર્ડનું સફાઇ અભિયાન હાથ ધરાશે. તો ૧૭ દિવસ શું ૧૮ વોર્ડ તો ૧૭ દિવસ પછી એક વોર્ડનો જ વારો શા માટે ? નિયમિત સફાઇ અભિયાન એવરી ડે વન વોર્ડ શા માટે નહિ ? અગાઉ વન વીક વન ગવોર્ડ બાદમાં ન્યૂસન્સ પોઇન્ટ દૂરની વાતો અદ્ધરતાલ રહ્યા બાદ આ સોમવારથી શરૂ થતી વન ડે વન વોર્ડનું બાળમરણ નિશ્ચિત છે તેવો આક્ષેપ વશરામભાઇ સાગઠીયાએ કર્યો છે. (૮.ર૦)

 

(4:12 pm IST)