Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

જસદણ કોર્ટમાં ફર્નીચરની ફાળવણી કરવા જીજ્ઞેશ જોષીની ડી. જજને અરજી

રાજકોટ તા. ૩ :.. રાજકોટ જીલ્લાના તાબાની કોર્ટ જસદણમાં ન્યાય મંદિરમાં કોર્ટોમાં તેમજ બાર રૂમમાં તાત્કાલીક ધોરણે ફર્નીચર, લાઇટ, પંખા, જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરવવા માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ઉમેદવાર ડો. જોષી જીજ્ઞેશ (એડવોકેટ) દ્વારા રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ને લેખીત સ્વરૂપે રજૂઆત કરવામાં આવેલી છે.

જેમાં જણાવવામાં આવેલું કે જસદણ ન્યાય મંદિરમાં કોર્ટ રૂમોમાં પુરતી બેસવા માટેનું ફર્નીચર તેમજ એડવોકેટો માટેના બાર રૂમમાં કોઇ જ સગવડતા આજની તારીખ સુધી ઉપલબ્ધ થયેલી ન હોવાથી તાત્કાલીક ધોરણે બાર રૂમમાં લાઇટ, પંખા, ફર્નીચર, કબાટ, ટીપોઇ જેવા ફર્નીચર તાત્કાલીક ધોરણે ફાળવવામાં આવે કે  અને કોર્ટ રૂમોમાં પણ બેસવા માટેની ખુરશીઓ પણ ફાળવવામાં આવે કે જેથી ન્યાયતંત્રની ગરીમાની જાળવણી થઇ શકે અને વકીલો માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય કોર્ટ રૂમો, અને બાર રૂમમાં મુળભુત સગવડતા મળી રહે તેવા શુભ આશયથી આગામી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીના રાજકોટ થી લડી રહેલા ઉમેદવાર ડો. જોષી જીજ્ઞેશ એમ. (એડવોકેટ) તરફથી કરવામાં આવેલી છે.

(4:12 pm IST)