Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

જીવનનગરમાં વૈજ્ઞાનિક ઢબે હોલી ઉત્સવ

જીવનગર વિકાસ સમિતિ , વોર્ડ નં.૧૦ જાગૃતિ નાગરિક મંડળ અને મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર ચોકમાં હોલીકાત્સવો અને ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. હોલીનું પ્રાગ્ટય પીળો ફોસ્ફરસ, સોડીયમ મેટલ ધાતુથી વૈજ્ઞાનિક રસપ્રદ કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.૧ના નગરસેવકો બીનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, ઇન્દુબેન હુંબલ, નીતાબેન વાછાણી, કોમલબેન હુંબલ, વોર્ડ પ્રમુખ રજીનભાઇ ગોલે હાજરી આપી ધૂળેટી પર્વની રહીશોને શુભેચ્છા પાઠવી હતી. સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ હોલીનું પ્રાગ્ટય વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી ભારતના ત્યોહારોના મહત્વની વાત કરી અખંડ ભારત માટેનું કર્તવ્યની સમજ આપી મહેમાનોનું સ્વાગત કર્યું. રહીશોને અભિનંદન આપી આગામી કાર્યક્રમોની જાહેરાત કરી હતી.

(4:11 pm IST)