Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

થોરાળા પોલીસ સ્ટેશન પાસે સુઇ રહેતાં દિનેશ કોળીનું બેભાન હાલતમાં મોત

નશો કરવાની આદત ધરાવતો હતોઃ ચાર સંતાન નોધારા

રાજકોટ તા. ૩: ચુનારાવાડ ચોક નવા પાવર હાઉસ સામે શિવાજીનગરમાં રહેતો દિનેશ સોમાભાઇ માત્રણીયા (ઉ.૪૨) નામનો કોળી યુવાન થોરાળા પોલીસ સ્ટેશન નજીક વાડી વિસ્તાર પાસે પટમાં જ પોતાની રિક્ષામાં સુઇ રહેતો હોઇ ગઇ કાલે સાંજે તે બેભાન પડ્યો હોઇ ૧૦૮ને જાણ કરાઇ હતી. તેનું મોત નિપજ્યાનું જાહેર થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિનેશભાઇ ચાર બહેન અને એક ભાઇમાં મોટો હતો અને સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રી છે. તેને દારૂ પીવાની ટેવ હોવાનું પરિવારજનોએ કહ્યું હતું.

(11:22 am IST)