Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

દવાખાને બતાવવા જતી વખતે ટ્રાન્‍સપોર્ટ કર્મચારીનું બાઇકમાંથી ઢળી પડતા મોત

છાતીમાં દુઃખાવો ઉપડતાં વાવડીના લલીત શર્માને સાથી કર્મચારી હોસ્‍પિટલે લઇ જતો'તો ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૩: ગોંડલ રોડ પુનિતનગર વાવડીમાં બાલાજી એપાર્ટમેન્‍ટમાં રહેતો અને ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતો મુળ હરિયાણાનો યુવાન સાથી કર્મચારી સાથે બાઇકમાં બેસી દવાખાને બતાવવા જતો હતો ત્‍યારે રસ્‍તામાં હાર્ટએટેક આવતાં બાઇકમાંથી ઢળી પડતાં મોત નિપજ્‍યું હતું.

લલીત પવનભાઇ શર્મા (ઉ.વ.૨૮) વાવડીમાં રહી ટ્રાનસપોર્ટમાં નોકરી કરતો હોઇ સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં તેને સાથી કર્મચારી સંદિપભાઇ બાઇકમાં બેસાડી દવાખાને લઇ જતાં હતાં ત્‍યારે ઢેબર રોડ રાજકમલ પંપ પાસે પહોંચતા લલીત બાઇકમાં પડી જતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું જાહેર થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર યુવાન મુળ હરિયાણાનો વતની હતો અને પંદર વર્ષથી રાજકોટ રહી ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતો હતો. તેના લગ્ન થયા નહોતાં. તે બે ભાઇમાં મોટો હતો.

(3:17 pm IST)