Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સિમ્‍પલ એડ.નો ૩૦માં વર્ષમાં મંગલ પ્રવેશ

મીડીયા અને માર્કેટ વચ્‍ચેનું મજબુત માધ્‍યમ એવા : ડીઝીટલ યુગમાં સિમ્‍પલ ડીઝીટલ સર્વિસને ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ

રાજકોટઃ કહેવાય છે કે વર્ષો વિતી જાય છે એક આગવી ઓળખ ઉભી કરતા... પરંતુ સૌરાષ્‍ટ્રની અનેક પ્રોડકટસ/સર્વિસીસને ટુંક સમયમાં બ્રાન્‍ડ બનાવવામાં એક અનોખો પ્રયાસ કરવામાં માહીર રાજકોટની નામાંકીત સિમ્‍પલ એડ. એન્‍ડ કોમ્‍યુનીકેશન ૩૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે.

ત્રણ દાયકાની તનતોડ મહેનત, વિશ્વાસ અને પ્રેમના અનોખા સંગમથી ગુજરાતના જાહેરખબર જગતમાં સિમ્‍પલ એડ. અગ્રીમ સ્‍થાન ધરાવે છે. એક આગવી ઓળખ ઉભી કરેલ છે.

૪ ફેબ્રુઆરી ૧૯૯૪માં નાનકડી ઓફીસમાં એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે પદાર્પણ કરી આજે સિમ્‍પલ એડ. વટવળક્ષ બન્‍યું છે. ભરતભાઇ રસીકભાઇ જોષી અને રાજુભાઇ નોંધાભાઇ જુંજાએ નફાના ધોરણને કયારેય પ્રાધાન્‍ય ન આપી ગ્રાહકોને વધુમાં વધુ લાભ આપી તેની સાથે એક ગ્રાહક અને વેપારી તરીકેનો નહીં પરંતુ મિત્રતાનો સેતુ બાંધીને પારિવારીક વાતાવરણ ઉભુ કર્યું તેનાથી આજે સિમ્‍પલ એડ. બહોળો મિત્રવર્તુળ વર્ગ ધરાવે છે. સિમ્‍પલ એડ.એ માત્ર કમાણીનું માધ્‍યમ નહીં પરંતુ સેવાક્ષેત્રે પણ એટલું જ પદાર્પણ છે.

પરીવર્તન અને સમયની માંગ છે. ત્‍યારે સમયની સાથે તાલ મીલાવા સિમ્‍પલ એડ. ડોઝીટલ ક્ષેત્ર પણ પદાર્પણ કર્યું છે. આંગળીના ટેળવે વ્‍યવસાયનો વ્‍યાપ વધારવા પ્રયાસ થઇ રહયો છે.

ગ્રાહકોને તેના પૈસાનું પુરૂ વળતર મળે તે હેતુ થી ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ, વ્‍હોટસએપ, ગુગલ એડ, યુ-ટયુબ સહીતના તમામ સોશ્‍યલ મીડીયા સાઇટ પર તમામ પ્રકારની ડીજીટલ એડવર્ટાઇઝીંગ સર્વિસ પૂરી પાડી રહયા છીએ. ડીજીટલ યુગમાં અમારી આ ડીજીટલ સર્વિસને ગ્રાહકોનો સંપૂર્ણ સહકાર મળી રહયો છે.

ત્રણ દાયકાની તમામ પ્રેસમીડીયા તરફથી જે  પ્રેમ અને હુંફ મળી છે તે અવિસ્‍મરણીય છે. મીડીયાએ બિઝનેશની સાથોસાથ સિમ્‍પલ એડ.ની સામાજીક અસ્‍મિતાને પણ ટોચ પર પહોંચાડવામાં મહત્‍વનો ફાળો આપ્‍યો છે. ભરતભાઇ જોષી (મો.૯૮૨૫૨ ૮૬૫૬૦) અને રાજુભાઇ જુંજા (મો.૯૮૯૮૧ ૦૨૪૭૨)દ્વારા વ્‍યવસાયની સાથોસાથ અનેક પ્રકારની સામાજીક અને સેવાકીય પ્રવળત્તિઓ પણ કરવામાં આવે છે. જેના કારણે બન્નેએ સમાજ જીવનમાં અદકેરૂ સ્‍થાન હાંસલ કર્યું છે.

 સિમ્‍પલ એડ.ની સફળ સફર યાત્રાનાં સંગાથી એવા લલીતભાઇ શાહ (માસા), બિપીન રાઠોડ, મોહિત સિંધવ, કરણ જુંજા, વગેરેનું પણ અનન્‍ય યોગદાન રહયું હોવાનું જણાવાયું છે.(

(3:14 pm IST)