Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ટ્રાફીક વોર્ડન પર થયેલા હુમલામાં ૧૦ શખ્સો સામે કડક પગલા લેવા માગણી

રાજકોટ, તા. ૩ : મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ ન્યુ સદ્ગુરૂ પાર્કમાં રહેતા અને ટ્રાફીક વોર્ડન નદીમ રઝાકભાઇ વૈયાણી (ઉ.વ.ર૩) પર દસ જેટલા શખ્સોએ છરી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મામલે આ હુમલાખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી ટ્રાફીક બ્રિગેડ યુવાનના પિતાએ પોલીસ કમિશનરને લેખીત ફરીયાદ કરી છે.

જુના મોરબી રોડ ન્યુ સદ્ગુરૂ પાર્ક, ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે રહેતા રજાકભાઇ બટુકભાઇ વૈયાણીએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, પોતાનો પુત્ર નદીમ (ઉ.વ.ર૧) ટ્રાફીક વોર્ડન તરીકે ફરજ બજાવે છે. પુત્ર નદીમ તેના મામા સાજીદભાઇ દિલાવરભાઇ મુલતાણી સાથે નાગરિક બેંક ડીલક્ષ ચોકમાં હતો ત્યારે અમિત ખીંટ આવ્યો હતો અને તુ કેમ તારા બાઇકમાં લાકડી રાખે છે ? આથી પોતેતેન કહ્રયહ્યું 'હું ટ્રાફીક બ્રિગેડમાં છું એટલું રાખું છું ' તેમ કહેતા અમિત ખીંટે કહ્યું કે લાકડી રાખવી નહી તેમ કહી ઝઘડો થયો હતો. થોડી વાર બાદ અમિત, નિશીત, નિલેષ અને બીજા છ શખ્સો આવી પુત્ર નદીમને છરી તથા ઢીકાપાટુનો માર મારી પગના ભાગે ગંભીર ઇજા કરી ભાગી ગયા હતા. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ સમથકમાં ફરીયાદ નોંધાવી હતી. આથી પોલીસ આ હુમલાખોરોને તાકીદે પકડી તેની સામે કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.

(4:01 pm IST)