Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

આઈ શ્રી પીઠડ માતાજીની જન્મજયંતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી

રાજકોટ : આઈશ્રી પીઠડ માતાજીની જન્મજયંતિ ઉત્સવનું આયોજન અખિલ મચ્છુ કઠીયા સઈ સુથાર સમસ્ત પીઠડીયા પરીવાર દ્વારા કરવામાં આવ્યુ હતું. પાવન પ્રસંગોમાં ૧૦ નાની બાળાઓએ પીઠડ માતાજીનું સ્વરૂપ ધારણ કરી સામૈયામાં રાસ રમ્યો હતો. પીઠડ માતાજીની મહાઆરતી દેવલમાંની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પીઠડીયા પરિવારના સભ્યોએ મહાપ્રસાદી લીધી હતી. કલાકાર સંદીપ બારોટનો લોકડાયરાનંુ પણ આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે વિનુભાઈ પીઠડીયા, વ્રજલાલભાઈ ડાયાભાઈ પીઠડીયા, વજુભાઈ પીઠડીયા (જીવન ઉત્સવ), ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, જીતુભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે દિપકભાઈ પીઠડીયા, જીતુભાઈ પીઠડીયા, રણજીતભાઈ પીઠડીયા, દીલીપભાઈ પીઠડીયા, હિતેશભાઈ પીઠડીયા, ભાવેશભાઈ પીઠડીયા, યોગેશભાઈ પીઠડીયા, રક્ષિતભાઈ પીઠડીયા, મીનાબેન પીઠડીયા તેમજ રસીલાબેન પીઠડીયાએ જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)