Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

જીવદયા ગ્રુપ દ્વારા પાંજરાપોળમાં નિભાવ ખર્ચ સાથે ૫૨૮ જીવોને મુકવામાં આવ્યા

રાજકોટ  : જીવદયા ગ્રુપ રાજકોટ દ્વારા ગઇકાલે પાંજરાપોળમાં દાતાઓના સહકારથી, કાર્યકર્તાભાઇઓ બહેનોની મહેનતથી ૫૨૮ મરઘાનાં જીવો મુકવામાં આવ્યા. તેમજ નિભાવ ખર્ચ રુા ૪૭૦૦૦ જેટલો આપવામાં આવ્યો. દરેક દાતાઓને કેર ગ્રોથના સહકારથી પદમવિભુષણ પુજય રત્નસુંદરવિજય મહારાજ સાહેબની બુકસ આપવામાં આવેલ હતી. સમગ્ર કાયક્રમના કન્વીનર તરીકે ઉપેનભાઇ મોદીએ જવાબદારી સંભાળેલ હતી. સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી ફેરમાં રાજકોટ મહાજનશ્રી ની પાંજરાપોળમાં સ્ટોલમાં જીવદયા ગ્રુપ દ્વારા નિભાવ ખર્ચ આપવામાં આવેલ હતો, ત્યારે ત્યાંથી ગુજરાત રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પસાર થતા તેમણે કાર્યને બીરદાવેલ હતું. અને ફેરના ઇન્ચાર્જ શ્રી ડો. મેહુલભાઇ રૂપાણી તથા ડો. તેજશભાઇ શાહે પણ આ સેવાકીય કાર્યને બીરદાવેલ હતું.

આ જીવદયાના ભગીરથ સેવા યજ્ઞમાં ચાઇલ્ડ વેલફેર કમિટિ, રાજકોટ જીલ્લો, ગુજરાત સરકારના ચેરમેન તથા પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, ભાગ્યેશભાઇ વોરા, ફ્રીડમ યુવા ગ્રુપના પ્રમુખ, નિશીથ પેથોલોજી લેબના ચંદ્રકાંતભાઇ શેઠ, એનીમલ હેલ્પ લાઇન કરૂણા ફાઉન્ડેશનના મીતલભાઇ ખેતાણી અને પ્રીતકભાઇ સંઘાણી, શ્રીમદ્ રાજચંદ્ર ગ્રુપના વિનયભાઇ જસાણી તથા કમલેશભાઇ દોમડીયા, જીલ્લા બી.જે.પી. પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ, બી.જે.પી. વોર્ડ નં.૭ ના પ્રમુખ રમેશભાઇ દોમડીયા, હેપી મેરેજ બ્યુરોના હીમાંશુભાઇ ચીનોય, જૈન અગ્રણી હાર્દીકભાઇ દોશી જુનાગઢ, બીલ્ડર હરેનભાઇ મહેતા, જનસેવા ટ્રસ્ટના પ્રમુખ અજયભાઇ વખારીયા, તથા સમીરભાઇ કામદાર, પાંજરાપોળના સર્વે હોદેદારો સુમનભાઇ કામદાર, મુકેશભાઇ બાટવીયા, સંજયભાઇ મહેતા, યોગેશભાઇ શાહ, બકુલેશભાઇ રૂપાણી, તથા પાંજરાપોળના મેનેજર અરૂણભાઇ દોશી, સદર ઉપાશ્રયના હીતેશભાઇ દોશી તથા આરતીબેન દોશી, જૈન સોશ્યલ વેસ્ટ ગ્રુપના હર્ષદભાઇ મહેતા તથા હરેશભાઇ દોશી, આકાર જવેલર્સના કીર્તીભાઇ પારેખ, રેષકોર્ષ પાર્ક ઉપાશ્રયના વિરેન્દ્રભાઇ સંધવી, હીનાબેન સંઘવી, ગીત ગુર્જરી ઉપાશ્રયના દીનેશભાઇ મોદી, જંકશન પ્લોટ ઉપાશ્રયના નિરવભાઇ સંઘવી, ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ નેગીભાઇ ધોળીયા તેમજ આજકાલ પ્રેસના ભરતભાઇ બોરડીયા,  કડીયા જ્ઞાતીના અગ્રણી મહેશભાઇ જેઠવા, બાપાસીતારામ ગોૈ સેવા મંડળના હીરેનભાઇ કામદાર કાર્યક્રમમાં હાજર રહયા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રકાશભાઇ મોદી, પારસભાઇ મોદી, નીખીલભાઇ શાહ, રાકેશભાઇ કલ્યાણી, નિશીતભાઇ દોશી, મેહુલભાઇ આશરા, દર્શનભાઇ શાહ, વિજયભાઇ દોશી, સચીનભાઇ મોદી,, નીલભાઇ દોમડીયા, જીજ્ઞાબેન મોદી, હેમાબેન મોદી, અલ્કાબેન બોરડીયા, દક્ષાબેન મહેતા, કાજલબેન મીઠાણી, નીલાબેન મોદી, દીયાબેન મોદી એ જહેમત ઉઠાવી હતી. જીવદયાગ્રુપની કામગીરી વિશે રમેશભાઇ દોમડીયા, વિરેન્દ્રભાઇ સંઘવી તથા હિતેશભાઇ દોશીએ આપેલ હતી. આભારવિધી અરૂણભાઇ નિર્મળ એ કરેલ હતી. કાર્યક્રમની પૂર્ણાહુતી રાષ્ટ્રગીતના ગાન સાથે કરવામાં આવેલ હતી.

(3:45 pm IST)