Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

દિવ્યાંગ બાળકોએ નિહાળ્યા વિજ્ઞાના પ્રયોગો

 છ. શા. વિરાણી બહેરા મૂંગા શાળા અને ઓધવજી વેલજી શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા મૂક બધિર (બહેરા મુંગા) બાળકો પણ વિજ્ઞાન વિષયની જાણકારી મેળવે તેવા હેતુથી લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક વર્કશોપ ગોઠવવામાં આવ્યો હતો.  રાજકોટની વિરાણી બહેરા મુંગા શાળા ઉપરાંત ભાવનગરની બહેરા મુંગા શાળા, નડીયાદની બહેરા મુંગા શાળા, અમદાવાદની બહેરા મુંગા શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં આ વર્કશોપ માણ્યો હતો. સંસ્તાના તજજ્ઞ શિક્ષકો દ્વારા સાંકેતિક ભાષામાં તેમને માહીતી અપાઇ હતી. વિરાણી બહેરા મુંગા શાળાના પ્રમુખ રજનીભાઇ બાવીશીએ ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવી હતી. સમાપન સમારોહમાં ટ્રસ્ટી સી. એ. પ્રવિણભાઇ ધોળકીયા, લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ સી. એ. કે. ટી. હેમાણી, ડો. રમેશભાઇ ભાયાણી, શશીભાઇ વોરાએ પ્રાસંગીક પ્રવચન આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરાણી બહેરા મુંગા શાળાના આચાર્યશ્રી કશ્યપભાઇ પંચોલીએ સંભાળ્યુ હતુ.

(3:44 pm IST)