Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

કોલેજવાડી વિસ્તારમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ

 વોર્ડ નં. ૭ માં કોલેજવાડી-જાગનાથ દેરાસર વિસ્તારમાં પેવીંગ બ્લોકના કામનો પ્રારંભ કરાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. વોર્ડ કોર્પોરેટર અજય પરમારની ગ્રાન્ટમાંથી વોર્ડ કોર્પોરેટર કશ્યપ શુકલ, મીનાબેન પારેખ, હીરલબેન મહેતાના સનિષ્ઠ પ્રયાસોથી શહેર ભાજપ  મહામંત્રી દેવાંગ માંકડ, કોર્પોરેટર મીનાબેન પારેખ, વોર્ડ પ્રમુખ રમેશભાઇ દોમડીયા સહીત ભાજપ અગ્રણીઓના હસ્તે આ કામનો આરંભ કરાયો હતો. આ પ્રસંગે જીતુભાઇ સેલારા, કિરીટ ગોહેલ, ભાગ્યેશભાઇ શાહ, રાજુભાઇ મુંધવા, જગદીશ ચૌહાણ, નારણભાઇ ડાભી, મયંક પાંઉ તેમજ ભાજપ અગ્રણીઓ ભરતભાઇ હીરાણી, ઇમ્તીયાઝ ખોખર, પ્રવિણભાઇ ચાવડા, રાહુલ દવે, હીરાભાઇ ઘાવરી, બગાભાઇ, દલસુખભાઇ ઘાવરી, ભાવેશ બારા, માંકડભાઇ, ક્રીષ્નાબેન જોષી, દક્ષાબેન છાયા, જગાભાઇ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)