Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ક્રિષ્ના સ્કૂલ દ્વારા રંગતરંગ વાર્ષિક સમારંભ

આ વખતેની થીમ હશે ''ગો ગ્રીન, સેવ અર્થ'': વિદ્યાર્થીઓ સાથે તેમના માતાઓ પણ કલાકૃતિ રજૂ કરશેઃ વીર શહિદોને શ્રધ્ધાંજલી

રાજકોટ,તા.૩: અહિંની શૈક્ષણિક સંસ્થા ક્રિષ્ના સ્કૂલ દ્વારા આગામી તા.૫ ફેબ્રુઆરીના હેમુ ગઢવી હોલ ખાતે બપોરે ૩ થી ૬ અને રાત્રીના ૮ થી ૧૧ દરમ્યાન 'રંગતરંગ ૨૦૨૦' એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવેલ છે.

આ વર્ષે ''ગો ગ્રીન, સેવ અર્થ''ની થીમ રાખવામાં આવી છે. માત્ર પ્રદૂષણ નહિં પરંતુ બીજા ઘણા સામાજિક મુદ્દાઓનો આ એન્યુઅલ ફંકશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે સર્વધર્મ સમભાવ તથા વસુધૈવ કુટુમ્બકમના સંદેશને પ્રસ્તુત કરતી વસુંધરા સ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ પોતાનું હુન્નર બતાવશે. વિદ્યાર્થીઓના મમ્મીઓ પણ પોતાના બાળકો સાથે એક ખાસ કૃતિ રજુ કરશે. આ કાર્યક્રમમાં પ્રસ્તુત કૃતિઓમાં 'દીકરી વ્હાલનો દરિયો' કે જે સ્ત્રીભૃણ હત્યાને રોકવા તથા બેટી બચાવોના સંદેશ સાથે રજુ થશે. તેમજ પ્રવર્તમાન સમયમાં યુવાનોમાં વધી રહેલા મોબાઈલના ઉપયોગથી સર્જાતી સમસ્યાઓને દર્શાવતી કૃતિ 'મોબાઈલ એન એડિકશન' રજુ કરવામાં આવશે. તેમજ જીવનના દરેક રસની અનુભૂતિ  કરાવતા 'નવરસ' કે જેમાં શાંસ રસ, હાસ્ય રસ, ભયાનક રસ, શ્રૃંગાર રસ, વીર રસ, કરૂણ રસ, આનંદ રસ, અદ્દભુત રસ અને રૌદ્ર રસનો સમાવેશ થાય છે.

નાના ભૂલકાઓ દ્વારા 'દિલ હે છોટા સા, છોટી સી આશા' ગીત પર ડાન્સ તેમજ વીર જવાનો તથા પોલીસને શ્રધ્ધાંજલિ આપવા માટે વિદ્યાર્થીઓ દ્વારા 'ટ્રીબ્યુટ ટુ પોલીસ' પર ડાન્સ પર્ફોમ કરવામાં આવશે. આજના રીમીકસના યુગમાં બાળકો રેટ્રો ટુ મેટ્રો કૃતિ પ્રસ્તુત કરશે. તેમજ સ્કેટીંગ ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓ દેશભકિત રજુ કરશે. ભારતના વિવિધ રાજયોનો પરિચય આપતી કૃતિ 'ઈન્ક્રેડિબલ ઈન્ડિયા' પણ પ્રસ્તુત કરવામાં આવશે.

આ ઉપરાંત શાળાની શિક્ષિકાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રાધા અને શ્યામના જીવન પ્રસંગને પ્રસ્તુત કરતી કૃતિ રજુ કરશે. આ પ્રસંગે સદ્દભાવના વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી વિજયભાઈ ડોબરીયા તથા ઓજસ્વીની ફાઉન્ડેશનના સંચાલક હેમલબેન દવેનું સન્માન કરવામાં આવશે.

તસ્વીરમાં સંસ્થાના આગેવાનો સર્વશ્રી એમ.વી.ગજેરા (મેનેજીંગ ટ્રસ્ટી), તૃપ્તીબેન ગજેરા (ટ્રસ્ટી), મિતલભાઈ સોજીત્રા મો.૯૦૯૯૦ ૯૨૩૪૪, દિપકભાઈ ઠુંમર, જોષી ક્ષમાબેન, શાહ મિતાબેન અને મોહન સોનીયાબેન નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:41 pm IST)